વલસાડના તરીયાવાડની ગંગલી ખાડીમાં પ્રિમોન્સૂન કામગીરી દરમિયાન સફાઇ કરતી વેળા ગેસ લાઇનમાં ભંગાણ પડતા 200થી વધુ ઘરોનો ગેસ પુરવઠો ઠપ્પ થતા ગૃહીણીઓ હેરાન થઇ હતી. વલસાડ નગર પાલિકાની ટીમ દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાના કર્મચારીઓ અને GSPC તેમજ વીજ કંપનીના કર્મચારીઓ સાથે સાઈ કૃપા એજન્સી દ્વારા તરિયાવાડ ખાતે પસાર થતી ગંગલી ખાડીમાં JCB વડે ખાડીમાંથી કચરો સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જે દરમ્યાન ખાડીની અંદરથી ક્રોસ થતી ગેસ લાઈનમાં ભંગાણ પડ્યું હતું.
GSPCની ગેસ લાઇનમાં ભંગાણ પડતાં છીપવાડ દાણા બજાર અને ભાવસાર મહોલ્લાના 200 જેટલા ઘરેલુ ગેસ કનેકશન અસરગ્રસ્ત થયા હતા. GSPC દ્વારા તમામ ગ્રાહકોને ઘટનાની જાણ SMS દ્વારા કરવામાં આવી હતી. GSPCની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લીકેજ રીપેરીંગ કામગીરી હાથ ધરી હતી. ગેસ લાઈનનું રિપેરિંગ કામગીરી પૂર્ણ થયા બાદ વિસ્તારમાં ગેસ પુરવઠો કાર્યરત કરવામાં આવશે તેમ જીએસપીસી ટીમેં જીએસપીસીના ગ્રાહકોને મેસેજ દ્વારા જાણ કરી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.