વલસાડ તાલુકામાં નિઃસંતાનપણુ દૂર કરવાની દવા આપી રૂપિયા ખંખેરનારા બે ઢોંગીનો પર્દાફાશ કરી લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.વલસાડના ખડકીભગડા કુંભારવાડા વિસ્તારમાં આ ઢોંગીઓએ એક વર્ષ પહેલા પણ નિઃસંતાનપણુ દૂર કરવાના દાવા કરી લોકોને ખંખેર્યા હતા.
વલસાડ શહેરના ખડકીભગડા કુંભાર વાડ વિસ્તારમાં એક વર્ષ અગાઉ મજબૂર પરિવારોને આયુર્વેદિક દવા પીવડાવી છેતરીજનાર બે ઢોંગી આજે ફરી આજ ગામમાં આવીને નિઃસંતાન દંપતીને આજે આયુર્વેદિક દવા પીવડાવી 9 હજાર રૂપિયા પડાવી ગયેલ હતા. કહેવાતા વૈદ્યરાજ પરિવારના ઘરે મોબાઈલ ભૂલી જતા ફરી ગામમાં આવ્યા હતા. મહિલાને દવા પીવડાવી 9 હજાર પડાવી જનારને અગાઉ ભોગ બનેલા લોકોએ ઘેરી જાહેરમાં મેથી પાક ચખાડતા ભારે ચકચાર મચી હતી. વાયુવેગે ઘટનાની જાણ ગામમાં થતા લોકો એકત્ર થઈ ગયા હતા.
વલસાડના ખડીક ભાગડા કુંભાડવાડની પાછળ રહેતા મુકેશભાઈ મંગુભાઈ રાઠોડ તેમની પત્ની તન્વીબેન મુકેશ ભાઈ રાઠોડને સંતાન પ્રાપ્ત ન થતા હતા. તેમના લગ્નને 17 વર્ષ થાય છતાં છોકરા ન થતા હતા. ત્યારે બે ઢોંગીઓએ પરિવારને વિશ્વાસમાં લઇ આયુર્વેદિક દવા પીવડાવી સંતાન પ્રાપ્ત કરી આપવાનો દાવો કર્યો હતો અને તેમની પાસે થી 9 હજાર રૂપિયા પડાવ્યા હતા. આજે ગામમાં આવેલ વિજય વૈધરાજ દ્વારા તન્વીબેનને દવા પીવડાવી 9 હજાર રૂપિયા પણ લઈ લીધા હતા.
આજ બે ઢોંગી લોકોએ ગામના 5-6 પરિવાર પાસેથી અલગ અલગ રીતે અગાઉ પણ પૈસા પડાવ્યા હતા. લોકોને વિશ્વાસમાં લઇ તેમની પાસે પૈસ ના હોઈ તો ઘરેણાં વ્યાજ પર મુકાવી પૈસા પડાવતા હતા. જેને પગલે તેમના આયુર્વેદિક દવાના નામે પૈસા પડાવી લેતા હોય ભોગ બનેલા લોકોએ આજે બન્ને ઢોંગીને ઓળખી જતા લોકોએ એ તેમને ઘેરી લઈ ઢોર માર માર્યો હતો. ઘટનાની જાણ સીટી પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી જઈ ઇજાગ્રસ્ત થયેલા બંનેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાંમાં ખસેડી આગળની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.