તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વલસાડમાં સુરતી યુવાને મિત્રતા કેળવી આધેડના ખાતામાંથી નવ મહિનામાં 3.23 લાખ ઉપાડી લીધાં

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એટીએમનો પાસવર્ડ મેળવી છેતરપિંડી કરનારને પોલીસે એક ઝાટકેે દબોચી લીધો

સુરતના એક ઠગ યુવાને તેમના પડોશી એવા વલસાડ ગુંદલાવના એક 55 વર્ષીય વડીલ સાથે મિત્રતા કેળવી તેમના બેંક એટીએમનું પાસવર્ડ મેળવી બેંકમાંથી અલગ અલગ દિવસોમાં 3.23 લાખનો ચુનો ચોપડ્યો છે. વલસાડની સાઇબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધાવવાના ગણતરીના કલાકમાં જ સુરતના આ ઠગ યુવાનને પોલીસે દબોચી લીધો છે. વલસાડની ગુંદલાવ જીઆઇડીસીમાં રવિ ટ્રાન્સપોર્ટની બાજૂમાં શક્તિ નગરમાં રહેતા 55 વર્ષીય ગોરધનભાઇ ભીખાભાઇ રાઠોડ છુટક કામ કરે છે. ગોરધનભાઇ અગાઉ સુરત ઘોડદોડ રોડ ઉપર પનાસ ગામ, એગ્રીકલ્ચર ફાર્મ પાસે રહેતા કુણાલ વસંતભાઇ પવાર નામના 30 વર્ષીય યુવાનના પડોશમાં રહેતા હતા.

દરમિયાન આ યુવાન સાથે મિત્રતા થતાં તેમના બેંક એકાઉન્ટમાંથી એટીએમ દ્વારા પૈસા ઉપાડવા મદદ મારફત પૈસા ઉપાડતા હતા. છેલ્લા 9 માસથી તેમણે તેમના બેંક એકાઉન્ટની તપાસ કરી ન હતી. જો કે બે ત્રણ દિવસ પહેલા તેમના બેંક એકાઉન્ટમાંથી 3.23 લાખની રકમ કોઇક અજાણ્યો ઇસમ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મારફત ઉપાડી ગયો હોવાની ફરિયાદ 1 સપ્ટેમ્બર 2021ના રોજ વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસ સક્રિય થઇ ગઇ હતી. વલસાડસ સાઇબર ક્રાઇમ પીઆઇ વી. એચ. જાડેજા અને તેમની ટીમે ટેક્નિકલ વર્ક આઉટ હાથ ધરી ગણતરીના કલાકમાં જ સુરતના ભેજાબાજ ઠગ યુવાનને જેલ ભેગો કર્યો હતો.

9 માસમાં થોડી થોડી રકમ ઉપાડી હતી
એટીએમથી પૈસા ઉપાડવાનું જ્ઞાન ન હોવાથી ગોરધનભાઇએ સુરત રહેતા ત્યારે તેમના મિત્ર એવા સુરતના કુણાલની મદદ લીધી હતી. જેમાં કુણાલે એટીએમનો પાસવર્ડ ઓટીપી લઇ લીધા હતા. ગોરધનભાઇ સુરતથી વલસાડ આવી ગયા હતા અને બેંકમાં 3.24 લાખ જમા રાખ્યા હતા. જેનો ગેરલાભ ઉઠાવી ઠગારા કુણાલે ઓનલાઇન બેંક ટ્રાન્ઝેક્શન હેઠળ એટીએમથી તમામ રકમ 9 માસ દરમિયાન થોડી થોડી કરી ઉપાડી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...