વલસાડ જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી લોકોને બચાવવા વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરીને વ્યાજખોરીનો શિકાર બનેલા લોકોને મદદરૂપ થઈને વ્યાજખોરીની પ્રવૃત્તિ અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોકદરબરમાં વ્યાજખોરીનો ભોગ બનેલા લોકોને વ્યાજખોરો સામે નજીકના પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા અહવાહન કર્યું હતું. શહેરી જનોએ લોક દરબરમાં SPને ટ્રાફિક સમસ્યા નિવારવા રજુઆત કરી હતી.
રાજ્યમાં વ્યાજખોરીને લઈને પરિવારના સભ્યોને વ્યાજખોરો દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી ગુહ મંત્રીએ રાજ્યમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેને લઈને વલસાડ જિલ્લા SP ડો. રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને આજ રોજ મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના અગ્રણીઓ અને શાંતિ સમિતિના સભ્યો સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ વલસાડ જિલ્લાના લોકોને વ્યાજખોર કનડગત કરતો હોય તો આગળ આવવા અહવાહન કર્યું હતું. ગત રોજ વલસાડ જિલ્લામાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. વ્યાજખોરીથી ફરિયાદ આપવા ન માંગતા હોય તો પોલીસ ફરિયાદીનું નામ ગુપ્ત રાખીને પણ વ્યાજખોરી કરતા લોકો ડમે કડક કાર્યવાહી કરશે. ગઈ કાલના રોજ વલસાડ જિલ્લામાં વ્યાજખોરી અચરતા લોકો સામે ફરિયાદ નોંધાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.