• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Valsad, Seva Bhavi Organizations Distributed Sweets And Firecrackers To More Than 100 Children On The Occasion Of Diwali.

વિતરણ:વલસાડમાં સેવા ભાવી સંસ્થાઓએ 100થી વધુ બાળકોને દિવાળી પર્વ નિમિત્તે મિઠાઈ અને ફટાકડાનું વિતરણ કર્યું

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી સ્પેશ્યલ કીટ તૈયાર કરીને નાના બાળકો અને તેમના પરિવારના સભ્યોને આપવામાં આવી
  • જરૂરિયાત મંદ લોકોના ઘરમાં ખુશી પહોંચાડી દિવાળી ઉત્સવ યાદગાર કર્યો

વલસાડમાં ગો કોરોના ગ્રૂપ અને અગ્રણી નાગરિકોએ શહેરમાં રહેતા અને જરૂરિયાત મંદ એવા 100થી વધુ બાળકોને અને પરિવારોને દિવાળી પર્વ નિમિત્તે દિવાળીની કીટનું વિતરણ કર્યુ હતું. જરૂરીયાંત મંદ પરિવારો પર પોતાના ઘરે દિવાળી અને નવું વર્ષ પ્રકાશ, ઉત્સવ અને સ્મિત સાથે ઉજવી શકે તે હેતુંથી દિવાળી સ્પેશ્યલ કીટ તૈયાર કરીને નાના બાળકો અને તેમના પરિવારના સભ્યોને આપવામાં આવી હતી.

શહેરમાં રહેતા આર્થિક ગરીબ પરિવારના ઘરોમાં દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરી શકે અંતે તેવા હેતુથી ગો કોરોના ગ્રૂપ અને શહેરના અગ્રણી નાગરિકોએ સાથે મળીને 100 જેટલા આર્થિક ગરીબ પરિવારના બાળકોને દિવાળીની કીટ તૈયાર કરી હાલર તળાવ ખાતે બોલાવી તેમને કીટ વિતરણ કરવામાં આવી હતી.

નાના બાળકોને ફટાકડા અને મીઠાઈ સહિત અનેક જરૂરિયાતની વસ્તુઓની કીટ તૈયાર કરવામાં આવી હતી. કીટ પરિવારના સભ્યોને શહેરના અગ્રણી નાગરીકોના હસ્તે આપવામાં આવી હતી. વલસાડ હાલર તળાવ ખાતે 100 જેટલા પરિવારોને બોલાવી દિવાળી કીટનું વિતરણ કરાયું હતું. નાના બાળકોને ફટાકડા અને મીઠાઈના બોક્સ મળતા તેઓના ચહેરા ઉપર સ્મિત આવી ગયું હતું. છેલ્લા 2 વર્ષથી શહેરના અગ્રણી નાગરીકો દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને શોધી તેમના ઘરે દિવાળીની ઉજવણી થાય તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગો કોરોના ગ્રુપના સભ્યોએ લોકોને આજુબાજુમાં રહેતા જરૂરિયાત મંદ પરિવારને દિવાળી કે અન્ય તહેવારોમાં મદદરૂપ થવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...