તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવવધારાનો વિરોધ:વલસાડમાં રિઅલ એસ્ટેટ એસો.એ પ્રોજેકટો બંધ રાખી સિમેન્ટ સ્ટીલ કંપનીઓ સામે વિરોધ કર્યો

વલસાડ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બિલ્ડરો,ડેવલપરોનોસરકારમાં રજૂઆતો પહોંચાડવા કલેકટરને અનુરોધ

રાજ્યમાં સિમેન્ટ અને સ્ટીલના ભાવો લગાતાર વધારતી કંપનીઓ સામે બિલ્ડરોમાં રોષ વ્યાપી ગયો છે.કંપનીઓની કારટેલ નિતી પર અંકુશ મુકવા અને ભાવો ઘટાડવા માટે વલસાડ ડિસ્ટ્રિક્ટ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશનના સભ્યોએ શુક્રવારે જિલ્લામાં ચાલી રહેલા 500 પ્રોજેકેટના બાંધકામને બંધ રાખીને સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.

જિલ્લામાં વલસાડ, વાપી, પારડી, ઉમરગામ સહિત તમામ તાલુકાઓમાં 500 બિલ્ડિંગોના પ્રોજેકટો ચાલી રહ્યા છે.પરંતું સિમેન્ટ અને સ્ટીલના સતત ‌વધતા ભાવોના કારણે મકાનોની કિમતમાં 20 ટકા ભાવ વધારો કરવાની નોબત આવી છે.જેના કારણે મકાન વસાવવાના સ્વપ્ન જોતાં લોકોને મોંધવારીમાં ઘર વસાવવું મુશ્કેલ પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ રહી છે.બીજી તરફ સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લાખો લોકોને રોજગારી પૂરી પાડવામાં મહત્વનો ફાળો આપનાર બિલ્ડિંગ બાંધકામ વ્યવસાયને ખુબ ગંભીર અસર થઇ રહી છે તે મુદ્દે વલસાડ ડિસ્ટ્રિક્ટ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશને કલેકટર આર.આર.રાવલને આવેદન આપી સરકાર સુધી તેમની રજૂઆતો પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

કલેકટર રાવલે પણ તેમની આ લાગણી સરકારને સત્વરે પહોંચાડવા ખાત્રી આપી હતી.એસો.ના પ્રમુખ અશોકભાઇ મંગે,વાપી એસો.ના પ્રમુખ ભાવેશભાઇ કોટડિયા,એસો. સેક્રેટરી ચેતન ભાનુશાલી,કિશોર ભાનુશાલી સહિત અન્ય મેમ્બરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો