તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Valsad Railway Dock Area, Two Persons Fell On A Young Man For Taking Only 20 Rupees, The Injured Young Man Was Shifted For Treatment.

મારામારી:વલસાડના રેલવે ગોદી વિસ્તારમાં માત્ર 20 રૂપિયાની લેતીદેતી મામલે બે શખ્સો એક યુવક પર તૂટી પડ્યા, ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો

વલસાડ8 દિવસ પહેલા
  • વલસાડ GRP પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવામા આવી

વલસાડ રેલવે હદ વિસ્તારમાં શનિવારે સાંજે મોગરાવાડીમાં રહેતા એક યુવક પાસે રૂ.20 માંગવા બાબતે યુવકને લોખંડના ધારદાર હથિયારથી મારમારી લોહી લુહાણ કરી દીધો હતો. રેલવે ગોદીમાં લોહીલુહાણ હાલતમાં મૂકી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ GRP અને RPFની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ઇજા પામનાર ઇસમને સારવાર માટે 108ની મદદ લઈને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ, ભોગ બનનાર અજયભાઈ સક્સેના ઉ.વ.38, રહે. ઋષિકેશ એપાર્ટમેન્ટ, હીરા ફેક્ટરીની સામે, મોગરાવાડી, વલસાડ, શનિવારે સાંજે અજયે એક યુવાન પાસેથી થોડા રૂપિયા ઓછીના માંગ્યા હતા. જે આપ્યા બાદ થોડા કલાકો બાદ યુવાનોએ અજય પાસેથી રૂ.20 પરત માંગ્યા હતા. અજયે રૂ 20 ન આપતા 2 યુવાનોએ રેલવે ગોદીમાં અજયને માર માર્યો હતો. મારામારી દરમિયાન અજયભાઈને ધારદાર હથિયારથી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહી લુહાણ થઇ ગયા હતા. આ બનાવ બનતા તાત્કાલિક વલસાડ GRPની પોલીસના પી.એસ. આઇ. નિરંજન અને RPFની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ઘટના સ્થળે આજુબાજુના વિસ્તારના લોકોના નિવેદન નોંધી આગળની તા ત્યારે હુમલો કરનાર ઇશામો ત્યાંથી ભાગી છૂટયા હતા. અને ગંભીર ઇજા પામનાર અજયભાઈ સક્ષેના ને 108 એમ્બ્યુલન્સ માં સારવાર માટે વલસાડ ની સિવિલ હોસ્પિટલ માં ખસેડ્યો હતો. અને હુમલો કરનાર ઇસમોને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી. જેમાં રવિ બોશ, આદિલ સહિત અન્ય બે અજાણ્યા ઇસમો ના નામ હોવાનું જાણવા મળ્યું છે. અને આ બનાવ અંગે વલસાડ જી.આર.પી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...