લઠ્ઠાકાંડ બાદ પોલીસ સર્તક:વલસાડમાં પોલીસે 40 ઘરોમાં રેડ કરી 276 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો, 29 સંચાલકો ઝડપાયા, 13 વોન્ટેડ

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશી દારૂની 7 ભઠ્ઠી ઝડપાઇ, પોલીસે ભઠ્ઠીનો સામાન કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

રાજ્યમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસ સતર્ક બની છે. ઠેર-ઠેર દેશી દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસે પણ દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી દારૂ વેચાણ અટકાવવાનો પ્રયાસ કરી રહી છે. ગઈકાલે જિલ્લા પોલીસે 40 ઘરોમાં રેડ કરીને 276 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ દેશી દારૂના અડ્ડાના 29 સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 13 વ્યક્તિઓ ઘરે હજાર ન મળતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. જિલ્લા પોલીસે દેશી દારૂની 7 લાઈવ ભઠ્ઠી પણ ઝડપી પાડી હતી.

દારૂનો વેપલા પર પોલીસની રેડ
લઠ્ઠાકાંડમાં 55થી વધુ લોકોના મોત થયા હતા. તેમજ અનેક લોકો હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં છે. જેને લઈને વલસાડ જિલ્લા પોલીસે જિલ્લામાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ ઉપર સાગમટે રેડ કરી હતી. ગઈકાલના રોજ જિલ્લા પોલીસના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે જિલ્લામાં દારૂનો વેપલો કરતા ઘરોમાં સાગમટે રેડ કરી 40 ઘરોમાંથી 276 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસની સાગમટે રેડને લઈ બૂટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. 40 ઘરોમાં રેડ દરમિયાન 276 લોટર દેશી દારૂના જથ્થા સાથે દારૂનો વેપલો કરતા 29 વ્યક્તિઓને ઝડપી પાડયા હતા. જ્યારે 13 વ્યક્તિઓ ઘરે હાજર ન મળતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસની રેડ દરમિયાન દેશી દારૂની 7 લાઈવ ભઠ્ઠી ઝડપી પાડી હતી. દેશી દારૂની ભઠ્ઠીનો સામાન અને દેશી દારૂ બનવવાનો વોશ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...