તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Valsad, Police Conducted An Online Live Music Program To Boost The Morale Of Kovid Patients, Tributes Were Paid To The Police Personnel.

મ્યુઝિક થેરાપી:વલસાડમાં પોલીસે કોવિડ દર્દીઓનું મનોબળ મજબૂત કરવા ઓનલાઇન લાઈવ સંગીત કાર્યક્રમ કર્યો, પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ

વલસાડ2 મહિનો પહેલા
  • કોરોના મહામારીમાં દર્દીઓ અને તેમના પરિવારનું મનોરંજનના માધ્યમથી તનાવ દૂર કરવાનો પ્રયાસ
  • 1 હજારથી વધુ લોકો ઓનલાઇન લાઈવ કાર્યક્રમમાં જોડાયા

મ્યૂઝિક થેરાપીથી ગંભીર પ્રકારના રોગોથી પીડિતા દર્દીઓની બીમારીમાં સુધારો થતો હોવાનું વૈશ્વિક સ્તરે પણ માનવામાં આવ્યું છે. કોવિડના દર્દીઓને માનસિક તણાવથી દૂર રાખવા અને તેમનું મનોબળ મજબૂત કરવા માટે રાજ્યમાં અનેક હોસ્પિટલમાં પણ આ પ્રકારની થેરાપીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ત્યારે વલસાડ પોલીસ દ્વારા જિલ્લાના કોવિડ દર્દીઓ માટે સોશિયલ મીડિયા થકી લાઈવ સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ અનેક દર્દીઓએ લીધો હતો.

વલસાડ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ ઉપક્રમે કોવિડ-19 સંક્રમિત દર્દીઓ તથા આમ જનતાને સંગીત મનોરંજન પુરું પાડી શકાય તે માટે વલસાડ જિલ્લા પોલીસના સોશિયલ મીડિયા પેજ ઉપર લિંકના માધ્યમથી ગુરૂવારે મોડી સાંજે ભાવિન શાસ્ત્રીનો એક સોશિયલ મીડિયાના માધ્યમથી લાઇવ સંગીત મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતના કાર્યક્રમના માધ્યમથી કોવિડમાં મૃત્યુ પામેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને હાલ કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓને કોરોના સામે જંગ જીતવાની નવી પ્રેરણા અને ઉત્સાહ વધારવા માટે સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 હજારથી વધુ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા.

ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓએ કાર્યક્રમ માણ્યો ધરમપુર સ્ટેટ હોસ્પિટલ તથા શ્રીમદ રાજચંદ્ર કોવિડ હોસ્પિટલ ખાતે આ કાર્યક્રમ જોવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સંગીતનો આનંદ માણી પ્રફુલ્લિત થયા હતા "તુમ નારાજ ના હોના, તુમ મેરી જિંદગી હો તુ મેરી બંદગી હો.."મ્યુઝિક થેરાપીના આ પ્રયોગ કોવિડ દર્દીઓને ઝડપથી સાજા કરવામાં તેમજ સામાન્ય જનતાને ચિંતામુક્ત વાતાવરણમાં આનંદમય અને મનને પ્રફુલ્લિત કરવામાં આગવું માધ્યમ પુરવાર થશે.

અન્ય સમાચારો પણ છે...