રોષ:વલસાડ પારસીવાડમાં ડ્રેનેજનું પાણી રસ્તા પર ખદબદતા રોષ

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકો મહિલાઓને દુર્ગંધ અને મચ્છરોથી રોગચાળાની ભીતિ

વલસાડના નાનાતાઇવાડ પાસે પારસીવાડમાં ડ્રેનેજ ગટરના અભાવે દૂષિત પાણી રસ્તા પર વહેતાં સ્થાનિક રહીશોના આરોગ્ય પર જોખમ વર્તાય રહ્યું છે. ભરચક વસતી ધરાવતા નાનાતાઇવાડ પાસે આવેલા પારસીવાડમાં મહોલ્લામાં જ ખુલ્લી જગ્યામાંથી ડ્રેનેજનું પાણી રસ્તા પર વહેતાં રોગચાળાની ભીતિ વચ્ચે રહીશોના આરોગ્ય ઉપર મોટું જોખમ વર્તાય રહ્યું છે.

આ દૂષિત પાણીમાં મચ્છરોનો ઉપદ્રવથી મેલેરિયા,ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવાની ભીતિ વર્તાઇ રહી છે.વોર્ડ નં.7માં આવેલો આ વિસ્તારમાં ડ્રેનેજ ચેરમેનના કાર્યક્ષેત્રમાં આવતો હોવા છતાં કાયમી ઉકેલ આવી શક્યો નથી.જેના કારણે પારસીવાડમાં મહિલાઓ,બાળકો અને વડીલોના આરોગ્યને નુકસાન પહોંચવાની સંભાવનાથી લોકો ભયની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

આ વિસ્તારમાં પાકી અને ઉપરથી બંધ રહે તેવી ડ્રેનેજ ગટરની જરૂરિયાત છે.જેમાંથી દૂષિત પાણીનો નિકાલ થઇ શકે તેમ છે,પરંતું પાલિકાના ડ્રેનેજ ચેરમેન તથા ડ્રેનેજ શાખા દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.જેને લઇ રહીશો આ ફરિયાદ ડ્રેનેજ ચેરમેન રમેશ ડેનીને કરવાની તૈયારી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...