ટેકનોલોજીના યુગમાં ગુજરાત પોલીસને પણ હાઈ ટેક ટેકનોલોજીથી સુસજ્જ કરવામાં આવી છે. હવે લોકોએ વાહન ચોરી કે અન્ય ઘર કંકાસની ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે ધક્કા ખાવા નહીં પડે. પોલીસ વિભાગે લોન્ચ કરેલી એપમાં હવે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાશે. વલસાડ જિલ્લામાં ડિજિટલટ્રાફિક કન્ટ્રોલ રૂમનું પણ લોકાર્પણ રેન્જ IGના હસ્તે કરવામાં આવ્યું હતું.
લોકો ઘરબેઠા ગુનાની FIR નોંધાવી શકશે
રાજ્ય સરકાર દ્રારા ટેકનોલોજીના યુગમાં ગુજરાત પોલીસ અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ થઈ રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે સક્ષમ બને તે જ આશયથી રાજ્યમાં પોલીસની કામગીરીઓને ઓનલાઈન કરવા માટે ઈ-ગુજકોપ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે વાહનચોરી અને મોબાઈલ ચોરી જેવી ફરિયાદમાં સામાન્ય નાગરિકોએ પોલીસ સ્ટેશન ધક્કા ન ખાવા પડે તે માટે ગુજરાત સરકારે ઓનલાઈન સેવાઓમાં વધુ એક સેવાનો ઉમેરો કરીને e-FIR સેવાનો પ્રારંભ કર્યો છે. જે અંગે વલસાડ જિલ્લામાં જન જાગૃતિ આવે એ માટે આજ રોજ વલસાડ જિલ્લા ખાતે સુરત રેન્જ આઈ.જી ડો રાજકુમાર પાડીયન અને વલસાડ જિલ્લાના પોલીસ દ્રારા E-FIR જાગૃતતા સમારોહ યોજાયો હતો. આ સમાહારોમાં મોટી સંખ્યામાં વલસાડ શહેરના યુવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ
જિલ્લા પોલીસ દ્વારા તમામ નાગરિકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકોને આ એપ નો ઉપયોગ કરે એ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સુરત રેન્જ આઈ.જી દ્રારા વલસાડમાં એક ડિજિટલ ટ્રાફિક કંટ્રોલ રૂમ પણ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેના દ્રારા વલસાડ પોલીસ સળતાથી પોતાના લોકેશન પર પોહચી શકે અને ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.