બાકી વીજ બિલની કડક વસૂલાત:વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વીજ કંપનીની 240 ટીમો રિકવરીમાં લાગી, 1700 વીજ કનેકશન કટ કર્યા

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

માર્ચ મહિનો આવતાની સાથે નગર પાલિકા દ્વારા વેરા વસુલાત અને વીજ કંપની દ્વારા બાકી બિલોની રિકવરી તેજ કરવામાં આવે છે. વીજ કંપની દ્વારા વલસાડ વીજ કંપનીની સર્કલ કચેરી હેઠળ આવતા વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વીજ કંપની દ્વારા વીજ બિલ બાકી રાખતા ગ્રાહકો પાસે રિકવરી હાથ ધરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ વીજ કંપની દ્વારા વલસાડ સર્કલ ઓફીસ હેઠળ આવતા વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં કુલ 240થી વીજ કંપનીની ટીમ રિકવરી માટે લગાવવામાં આવી છે. માર્ચ માસમાં બિલ ન ભરતા માર્ચ મહિનામાં કુલ 1700થી વધુ ગ્રાહકોના મીટર કાપવામાં આવ્યા છે. બિલ ભર્યા બાદ વીજ લાઈન કાર્યરત કરવામાં આવશે.

હિસાબી વર્ષ પૂર્ણ થતાં નગરપાલિકા વેરા વસુલાત અને વીજ કંપની બાકી બિલની રિકવરી કડક કરતી રહે છે. વલસાડ સર્કલ હેઠળ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં 11,19,444થી વધુ વીજ ગ્રાહકો આવ્યા છે. માર્ચ મહિનો આવતાની સાથે વલસાડ સર્કલ કચેરીના 240 રિકવરી ટીમ 2 માસથી વધુના વીજ બિલ બાકી રાખતા વીજ ગ્રાહકો સામે કડકાઈથી રિકવરી કરવામાં આવે છે. વલસાડ સર્કલ કચેરી દ્વારા રોજના 2500થી વધું વીજ ગ્રાહકો પાસે રિકવરી માટે વીજ કંપનીની ટીમ વીજ ગ્રાહકો પાસે રિકવરી માટે મળે છે. વીજ બિલ સમયસર ન ભરતા વીજ ગ્રાહકોના વીજ કનેશન કાપી નાખવામાં આવે છે. વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં 10 માર્ચ સુધીમાં 1700થી વધું વીજ કનેશન કાપી નાખવામાં આવ્યા છે. વીજ બિલ અને દંડની રકમ વીજ કંપનીમાં જમા કર્યા બાદ ફરી વીજ જોડાણ આપવામાં આવે છે. વલસાડ સર્કલ કચેરી દ્વારા 100% રિકવરી ટાર્ગેટ પૂર્ણ કરવા વીજ કંપનીના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે. વલસાડ સર્કલ કચેરી દ્વારા વીજ બિલ સમયસર ન ભરતા વીજ ગ્રાહકોને સમયસર વીજ બિલ ભરવા અને વીજળીનો દૂર ઉપયોગ અને વીજ ચોરી ન કરવા અંગે જાગૃત કરવામાં આવે છે.

રિકવરી સાથે વીજળીનો દૂર ઉપયોગ અને ચોરી અટકાવવા ગ્રાહકોને જાગૃત પણ કરવામાં આવે છે.વલસાડ વીજ કંપનીની સર્કલ કચેરી દ્વારા માર્ચ મહિનામાં વીજ બિલની રિકવરી સાથે આગામી ઉનાળામાં વીજળીનો વપરાશ વધારે થવાનો હોવાથી વીજળી જરૂર હોય તેટલી જ વાપરવી બિન ઉપયોગી લાઈટ પંખા બંધ રાખી વીજળીનો બચાવ કરવા વીજ ગ્રાહકોને સમયાંતરે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં થતી વીજ ચોરી અટકાવવા અને ગેર કાયદેસર વીજ ચોરી કરતા ગ્રાહકોને સમયસર અરજી કરી વીજ કનેશન મેળવી લેવા જાગૃત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...