તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:વલસાડ નગરપાલિકામાં 194 કર્મીઓની જગ્યા મંજૂર હોવા છતાં ભરતીમાં અખાડા

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 વર્ષથી અનેક કર્મચારીઓનું કોકડું ઉકેલવામાં શાસકો નિષ્ફળ

વલસાડ પાલિકા રાજ્યની એ ગ્રેડની શ્રેણીમાં આવે છે. પાલિકામાં મહેકમના મુદ્દે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. હજી તેમાં ભરતી થઇ શકી નથી.શરૂઆતથી પાલિકામાં શહેરનું જ મહેકમ 474 કર્મચારીઓની ચાલી આવે છે. હાલની પરિસ્થિતિમાં 474 કર્મચારીનના મહેકમ સામે 20 ટકાનો કાપ કરતાં 84 કર્મચારીઓ કપાતમાં લેવાય તો પણ 390 કર્મીનું મહેકમ ભરેલું હોવું જોઇએ તેમ છતાં હાલમાં ફક્ત 195 જગ્યા કર્મચારીઓનું મહેકમ ભરવામાં આવ્યું છે. જ્યારે 195 કર્મચારીઓનું મહેકમ ખાલી પડે છે.

20 ટકાની કપાત બાદ 195 કર્મચારીઓની જગ્યા ખાલી પડેલી છે. રાજ્ય સરકારને આ મુદ્દે રજૂઆતો કરવા અને પાલિકાનું મંજૂર મહેકમની ખાલી જગ્યા પુરવાની મંજૂરી રાજ્ય સરકાર તાત્કાલિક આવે તે જરૂરી બન્યું છે. વર્ષોથી હંગામી કર્મચારીઓ તરીકે કામ કરતા આ કર્મચારીઓનું કોકડું હજી અધ્ધરતાલ પડ્યું છે. વિપક્ષ નેતા ગીરીશ દેસાઇએ મહેકમની બાકી જગ્યા ભરવા ઉચ્ચ સ્તરે મુદ્દો ઉઠાવ્યો છે.

વર્ષોથી મહેકમની રાહ જોઇ રહેલા ખાતા
જે મહેકમ મંજૂર છે છતાં તેમાં ભરતી કરાતી નથી તેમાં શહેરીજનોને પૂરી પડાતી સુવિધાના કામો માટેના કર્મીઓનો સમાવેશ થાય છે.જેમાં 10 ઇલેક્ટ્રિકલ ઓપરેટર,આરોગ્યના 12 જૂનિયર ડ્રાઇવર,10 ક્લીનર,26 ઝાડુવાળાઓ,33 વિવિધ શાખાના કર્મચારીઓ સહિત 195 કર્મચારીઓ વર્ષોથી સરકારી મંજૂર મહેકમમાં ભરતીની કાગ ડોળે રાહ જોઇ રહ્યા છે.

પાલિકાએ નિર્ણય ન લેતા CMને રજૂઆત
શહેર માટે સરકારે મહેકમ મંજૂર કરી દીધું હતું.જેમાં હજી 195 જગ્યા આ મહેકમમાં ભરવાની રહે છે. આ જગ્યા ભરવાથી બુનિયાદી ગ્રાન્ટમાં વધારો થશે અને પાલિકાને ખર્ચમાં રાહત મળે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ લેખિત મુદ્દો રજૂ કર્યો છે.ગાંધીનગર નિયામકને પણ ઉકેલવા જાણ કરી દીધી છે. - ગીરીશભાઇ દેસાઇ,વિપક્ષ નેતા,વલસાડપાલિકા

અન્ય સમાચારો પણ છે...