• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Valsad Municipality By election, A Total Of 21 Candidates Registered For 5 Seats In 4 Wards, A Total Of 10 BJP Candidates.

પેટા ચૂંટણી:વલસાડ નગર પાલિકાની પેટા ચૂંટણીમાં 4 વોર્ડની 5 બેઠક ઉપર કુલ 21 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, BJPના કુલ 10 ઉમેદવારો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાલી પડેલી 5 બેઠકો ઉપર 3જી ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે

વલસાડ નગર પાલિકાની ખાલી પડેલી 5 બેઠક ઉપર 18 સપ્ટેમ્બરના રોજ BJP, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. વલસાડ નગર પાલિકાના 5 સભ્યોના સભ્ય પદ રદ્દ કરવામાં આવ્યા હતા. ખાલી પડેલી 5 બેઠકો ઉપર 3જી ઓક્ટોબરના રોજ ચૂંટણી જાહેર કરી છે.

વલસાડ નગર પાલિકાની પેટા ચૂંટણી જાહેર થતાંજ આજરોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાને લઇ કલેકટર કચેરી ખાતે તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરવાની છેલ્લી તારીખે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ગાયબ હતા, ચૂંટણી પહેલા જ કોંગ્રેસ ગૂંથણીયે હોય તેવો નઝારો જોવા મળ્યો હતો.

વલસાડ પાલિકાની 4 વોર્ડની 5 બેઠકમાં આજરોજ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષએ મળી 21 જેટલા ફોર્મ ભર્યા હતા. મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા આવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસ એ ચૂંટણી જીતવા અને વિકાસના કામ કરવાની વાતો સાથે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી

ફોર્મ ભરવાનાના છેલ્લા દિવસે કોંગ્રેસના નેતાઓ ઉમેદવારોથી અડગા રહ્યા હતા અને નઝરે પડ્યા ન હતા. એટલે ચૂંટણી પહેલા જ કોંગ્રેસ ગુઢણીયે દેખાઈ હતી. ત્યારે વલસાડ પાલિકાની ચૂંટણી જીતવા માટે તમામ પાર્ટીએ દાવો કર્યો હતો. ત્યારે હવે હંમેશા વિવાદમાં રહેતી વલસાડ પાલિકા અને વિવાદમાં રહેતા વોર્ડના મતદારોને રિઝવવા ઉમેદવારો કેટલા સફળ થશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...