તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:વલસાડમાં 60થી વધુ આંગણવાડી બહેનો અને આશા વર્કરોએ કોરોના રસી મુકાવાની ના પાડતા તંત્ર દોડતું થયું, આખરે સમજાવટ બાદ રસી મુકાવી

વલસાડ23 દિવસ પહેલા
 • કોરોના રસીની આડ અસરની અફવાઓની કારણે આંગવાડી બહેનો અને આશા વર્કરોએ રસી મુકાવાની ના પાડી હતી

વલસાડ જિલ્લાના મગોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના રસી મુકવાના કેમ્પમાં આજે 60થી વધુ આંગણવાડી બહેનો અને આશા વર્કર મહિલાઓએ રસી લેવાની ના પાડી દેતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જોકે આખરે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સમજાવતા આશા વર્કરો અને આંગણવાડી બહેનો રસી લેવા તૈયાર થઈ હતી. મહત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લામાં અત્યારે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ફ્રન્ટલાઈન વોરિયર્સને કોરોના વિરોધી રસી મૂકવાનું અભિયાન ચાલી રહ્યું છે.

આજે વલસાડના છેવાડે આવેલા મગોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી મુકવા માટેનો કેમ્પ યોજાયો હતો. આજે આ કેમ્પ પર 60થી વધુ આશા વર્કર બહેનો અને આંગણવાડીની બહેનોને રસી મુકવામાં આવનાર હતી. કોરોના રસીની આડ અસરની અફવાઓની કારણેથી આ આશા વર્કર અને આંગણવાડી બહેનોને ગેરસમજ થઈ હતી. આથી કોરોના રસીથી કંઈ નુકસાન થશે તેવા ડરે તમામ આશા વર્કર અને આંગણવાડી બહેનો એ રસી લેવાનો ઇનકાર કરી દીધો હતો.

આ અંગે જાણ થતા જ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને કેમ્પ પર પહોંચી અને રસી લેવાનો ઈનકાર કરી રહેલી આશા વર્કર અને આંગણવાડી બહેનોને સમજાવ્યા હતા. જિલ્લાના તમામ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સૌપ્રથમ રસી લીધી છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પણ પ્રથમ રાઉન્ડમાં જ રસી લીધી છે. કોઇપણ અધિકારી કે કર્મચારીને આજ સુધી કોઈ આડઅસર થઈ નથી.

આ રીતે અન્ય સમજ આપ્યા બાદ આખરે.. રસી લેવાની મનાઈ કરી રહેલી આશા વર્કર અને આંગણવાડી બહેનો રસી લેવા તૈયાર થઈ હતી. ત્યારબાદ તમામ મહિલાઓને રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આમ વલસાડ જિલ્લામાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં કેટલાક ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પણ અફવાઓથી ગભરાઈ અને રસી લેવા ઇનકાર કરી રહ્યા છે પરંતુ આરોગ્ય વિભાગના અધિકારીઓની સમજાવટ બાદ રસી લેવા તૈયાર થઈ રહ્યા છે. આમ જિલ્લામાં અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ફ્રન્ટલાઈન કોરોના વોરીયસને રસી આપવાનું અભિયાન ચાલી રહ્યું છે.

મોટી સંખ્યામાં કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે.. જોકે આજે મગોદમાં યોજાયેલા આ રસીકરણ કેમ્પમાં બનેલી ઘટનાને કારણે આરોગ્ય વિભાગએ રસી લેવાની મનાઈ કરેલી મહિલાઓને સમજાવવા ભારે મથામણ કરવી પડી હતી.. આખરે મહિલાઓ સાચી હકીકત સમજ્યા બાદ રસી લેવાની તૈયારી બતાવી હતી અને રસી લેવાની શરૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો