• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Valsad, In The Name Of Worshiping On The Day Of Kevada Trij, The Police Caught The Absconding Tenant With The Landlord's Jewelery.

ઘરેણાં સેરવી જનાર ભાડુઆત ઝડપાયા:વલસાડમાં કેવડા ત્રીજના દિવસે પૂજા કરવાના નામે મકાન માલિકના ઘરેણા લઈ ફરાર ભાડૂઆતને પોલીસે ઝડપી પાડ્યા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડના નાની ચણવઈ ખાતે રહેતા એક પરિવારને તેમના ભાડૂઆત પર વધુ પડતો વિશ્વાસ કરવો મોંઘો પડ્યો છે. પોતાના ઘરમાં ભાડે રહેતી એક મહિલા કેવડા ત્રીજના દિવસે ઘરેણાની પૂજા કરવાનું કહી મકાન માલિકના ઘરેણા લઈ ફરાર થઈ જતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે ગણતરીના દિવસોમાં ભાડુઆત બંટી બાબલીને ઝડપી પાડયા હતા.વલસાડના નાની ચણવઈ ખાતે રહેતા એક પરિવારને તેમના ભાડૂઆત પર વધુ પડતો વિશ્વાસ કરવો મોંઘો પડ્યો છે. પોતાના ઘરમાં ભાડે રહેતી એક મહિલા કેવડા ત્રીજના દિવસે ઘરેણાની પૂજા કરવાનું કહી મકાન માલિકના ઘરેણા લઈ ફરાર થઈ જતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે ગણતરીના દિવસોમાં ભાડુઆત બંટી બાબલીને ઝડપી પાડયા હતા.

વલસાડના ચણવઇ નહેર પાસે રહેતા રામઆશરે યાદવ પાસે ભીમસેન ભોલાસિંગ કુશવાહ તેમની બાજુમાં ભાડાના મકાનમાં રૂમ ભાડે રાખી તેની પત્ની ઇન્દ્રવતી ઉર્ફે સુનિતા અને ત્રણ બાળકો સાથે રહેવા આવી હતી. ભીમસેનને નોકરીની જરૂર હોવાથી રામઆશરે યાદવે પારડી ખાતે આવેલી એક કંપનીમાં નોકરી પણ આપાવી હતી. સુનિતાએ અને તેના બાળકોએ રામ આશરે યાદવના પરિવારનો વિશ્વાસ પણ મેળવી લીધો હતો. રોજ રાત્રે મકાન માલિકના ઘરે ટીવી જોવા પણ જતા હતા. વલસાડના ચણવઇ નહેર પાસે રહેતા રામઆશરે યાદવ પાસે ભીમસેન ભોલાસિંગ કુશવાહ તેમની બાજુમાં ભાડાના મકાનમાં રૂમ ભાડે રાખી તેની પત્ની ઇન્દ્રવતી ઉર્ફે સુનિતા અને ત્રણ બાળકો સાથે રહેવા આવી હતી. ભીમસેનને નોકરીની જરૂર હોવાથી રામઆશરે યાદવે પારડી ખાતે આવેલી એક કંપનીમાં નોકરી પણ આપાવી હતી. સુનિતાએ અને તેના બાળકોએ રામ આશરે યાદવના પરિવારનો વિશ્વાસ પણ મેળવી લીધો હતો. રોજ રાત્રે મકાન માલિકના ઘરે ટીવી જોવા પણ જતા હતા.

કેવડા ત્રીજના દિવસે મકાન માલકીન અને તેની દીકરી સાથે કેવડા ત્રીજની પૂજા કરવા મકાન માલિકના ઘરના અંદરના રૂમમાં બેઠા હતાં. સુનિતાએ મકાન માલકીન પાસે એક નાનો ડબ્બો મંગાવી તેમાં સુનિતાએ પહેરેલી સોનાની બુટ્ટી મૂકી મકાન માલકીન અને તેની દીકરીના પણ ઘરેણાં મુકાવી ઘરેણાની પૂજા કરવાના બહાને ઘરેણાં ડબ્બામાં મુકાવ્યા હતા. તમામ ઘરેણાં ભેગા થયા બાદ પૂજા કરવાના બહાને મકાન માલકીન અને તેની દીકરીને અલગ અલગ જગ્યાએ અગરબત્તી કરવા મોકલાવી સુનિતાએ ઘરેણાં સેરવી લીધા હતા. સુનિતાએ કેવડા ત્રીજની પૂજા કર્યા બાદ ઘરેણાં 24 કલાક પછી પહેરીશું કહી મકાન માલકીનને ઘરેણાં ભરેલો ડબ્બો મંદિર પાસે મુક્યો હોવાનું જણાવી ખાલી ડબ્બો મૂકી રાખ્યો હતો.

રાત્રે 10:30 કલાક સુધી સુનિતાના બાળકો તેમના ઘરે TV જોતા હતા. બીજા દિવસે સવારે રામઆશરે યાદવ સવારે ઉઠીને જોતા ભાડાના રૂમમાં તાળું મારેલું જોવા મળ્યું હતું. તેની પત્નીએ પૂજાના રૂમમાં ઘરેણાં મુકેલો ડબ્બો ચેક કરતા ડબ્બો ખાલી મળ્યો હતો. આજુબાજુમાં અને પારડી કંપનીમાં ચેક કરતાં ભીમસેન નોકરી ઉપર ગયો ન હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ રૂરલ પોલીસને જાણ કરતા પોલીસે રામઆશરે યાદવની ફરિયાદ અરજીના આધારે તપાસ હાથ ધરી છે.સુનિતાના બાળકો તેમના ઘરે TV જોતા હતા. બીજા દિવસે સવારે રામઆશરે યાદવ સવારે ઉઠીને જોતા ભાડાના રૂમમાં તાળું મારેલું જોવા મળ્યું હતું. તેની પત્નીએ પૂજાના રૂમમાં ઘરેણાં મુકેલો ડબ્બો ચેક કરતા ડબ્બો ખાલી મળ્યો હતો. આજુબાજુમાં અને પારડી કંપનીમાં ચેક કરતાં ભીમસેન નોકરી ઉપર ગયો ન હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ રૂરલ પોલીસને જાણ કરતા પોલીસે રામઆશરે યાદવની ફરિયાદ અરજીના આધારે તપાસ હાથ ધરી છે.

તપાસ દરમિયાન સુનિતા TIKI ઉપર શોર્ટ વિડીયો પણ શેર કરતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સોશ્યલ મીડિયામાં વિડીયો શેર કરતી સુનિતા કુશવાહની તપાસ હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસની ટીમે બાતમીના આધારે બંટી બાબલીને વાપીથી ઝડપી પાડયા હતા. વલસાડ રૂરલ પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આર્થિક સંકળામાં દૂર કરવા ઘરેણાં ચોર્યા હોવાનું મહિલાએ જણાવ્યું હતું. પોલીસે બંટી બાબલીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.સુનિતા TIKI ઉપર શોર્ટ વિડીયો પણ શેર કરતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સોશ્યલ મીડિયામાં વિડીયો શેર કરતી સુનિતા કુશવાહની તપાસ હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસની ટીમે બાતમીના આધારે બંટી બાબલીને વાપીથી ઝડપી પાડયા હતા. વલસાડ રૂરલ પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આર્થિક સંકળામાં દૂર કરવા ઘરેણાં ચોર્યા હોવાનું મહિલાએ જણાવ્યું હતું. પોલીસે બંટી બાબલીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...