તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વલસાડમાં સરકારી સહાયની લાલચે 2 વૃદ્ધા પાસે સોનાની 5 બંગડી 2 ચેઇન સેરવી લીધી

વલસાડ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિક્ષામાં ધરમપુર ચોકડી જઇ લઈ નજર ચૂકવી મહિલાએ કસબ અજમાવ્યો

મદનવાડ વિસ્તારમાં રહેતી 2 વૃધ્ધાને રૂ.3 હજારની સરકારી સહાય આપવાની લાલચ આપી રિક્ષામાં બેસાડી ધરમપુર ચોકડી સુધી લઇ જઇ નજર ચૂકવી સોનાની 5 બંગડી અને 2 ચેઇન સેરવી લીધાની ઘટના સામે આવી છે. મદનવાડ વિસ્તારમાં બુધવારે સવારે એક અજાણી મહિલાએ નજીકના વિસ્તરમાં રહેતી વૃદ્ધાઓને સરકારી યોજનાનો લાભ અપાવવા જણાવી 5 વૃદ્ધાઓને ભેગા કર્યા હતા.

અજાણી મહિલાએ એક રિક્ષા નં. GJ-15-TT-8373માં નગર પાલિકા કચેરી ખાતે ફોમ ભરવા જવાનું જણાવી રિક્ષામાં લાવી હતી. જેમાંથી 3 વૃદ્ધાએ બગસરાના ઘરેણાઓ પહેરેલા હોવાથી 3 વૃદ્ધાઓને પાલિકા કચેરી ખાતે ઉતારી દીધી હતી. બાકીની 2 વૃદ્ધા હંસાબેન ઈશ્વરભાઈ સુરતી અને ડાહીબેન ચુનીલાલ લાડને મામલતદાર કચેરીમાં ફોટા પડવવાનું જણાવી રિક્ષામાં લઈ ગઈ હતી.

મામલતદાર કચેરીમાં ફોમ ભરી હંસાબેન અને ડાહીબેનને ધરમપુર ચોકડી કામ અર્થે રિક્ષામાં લઈ ગઈ હતી. જે દરમિયાન બંને વૃદ્ધાની 8નજર ચૂકવી તેમણે પહેરેલી સોનાની 5 બંગડી અને 2 ચેઇન સેરવી લીધી હતી. બંને વૃદ્ધાઓને ધરમપુર ચોકડી પાસે ઉતારી મહિલાએ કઈક કામ હોવાનું જણાવી ઓવરબ્રિજ પાસે રિક્ષામાં આવી હતી. રીક્ષા ચાલકને ધરમપુર ચોકડી પાસેથી લઈ આવવા જણાવ્યું હતું. રીક્ષા ચાલક ધરમપુર ચોકડી વૃદ્ધાને લેવા ગયો ત્યારે વૃદ્ધાએ પહેરેલા ઘરેણાં ન હોવાનું જાણવા મળ્યું હતું. રિક્ષામાં વૃદ્ધાને લઈને રિક્ષા ચાલક ઓવર બ્રિજ પાસે આવતા મહિલા ભાગીછૂટી હતી. બનાવ અંગે બંને વૃદ્ધા અને રીક્ષા ચાલકે સીટી પોલીસ મથકને જાણ કરી હતી.

3 વૃદ્ધાએ બગસરાના દાગીના પહેરેલા હોવાથી પાલિકા કચેરીએ ઉતારી મુકી
વાતો વાતોમાં મેં પહેરેલા ઘરેણાં અંગે પૂછપરછ કરતા મેં બગસરાના ઘરેણાં પહેરેલા હોવાનું જણાવ્યું હતું. જેથી મને અને બીજી 2 વૃદ્ધાએ ઘરેણાં ન પહેરેલા હતા તેમને નગર પાલિકા પર ઉતરી અહીં ઉભરાહો અમે મામલતદારમાં હંસાબેન અને ડાહીબેનને ફોટા પડાવી આવીએ તેમ જણાવ્યું હતું. > બકુલબેન રાઠોડ, વૃદ્ધા

ઘરેણાં ક્યારે સેરવી લીધા ખબર ન પડી
મહિલાએ મામલતદારમાં ફોટા પડવાનું જણાવી રિક્ષામાં મામલતદાર કચેરી લઈ ગઈ હતી. જ્યાં લાઈન વધુ હોવાનું જણાવી ધરમપુર ચોકડી લઈ જઇ વાતવાતમાં ક્યારે ઘરેણાં સેરવી લીધા ખબર પડી ન હતી. ધરમપુર ચોકડી ઉતારી કામ છે જણાવી રિક્ષામાં જતી રહી હતી. અમારૂ ધ્યાન ઘરેણાં ઉપર ગયું તો મારી સોનાની બંગડીઓ અને ચેન મળી ન હતી. ડાહીબેનને પૂછતાં તેની પણ એક બંગડી અને ચેન મળી ન હતી. > હંસાબેન સુરતી, ભોગ બનનાર વૃદ્ધા

અન્ય સમાચારો પણ છે...