તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વલસાડમાં મિત્રના પિતાના નામે લોન લઇ હપ્તા ન ભર્યા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય મળી કુલ 3 બાઇક બેંક લોન પર ખરીદી લીધી હતી, બે સામે ગુનો દાખલ કરાયો

વલસાડમાં જૂજવાના 2 મિત્રએ ગુંદલાવ ખાતે રહેતા તેમના મિત્રના પિતાની મિલકતના ઉપર બાઇક ખરીદવા લોન લઇને હપ્તા જ ન ભરતા મિત્ર મુશ્કેલીમાં મૂકાઇ ગયો હતો. આ 2 મિત્રોએ અન્ય એક મિત્રના નામે પણ લોન લઇ કુલ 3 મોટરસાઇકલ ખરીદી લીધી હતી.પરંતુ લોનના હપ્તા નહિ ભરતા મિત્રો વિરૂદ્ધ ફરિયાદ કરી છે.

આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. વલસાડના ગુંદલાવમાં રહેતા આશિષ મુકેશભાઇ પટેલ ઉ.27ના લગ્ન જૂજવા ગામે થયા હતા.સાસરિયામાં આવતા જતા રહેવાથી જૂજવામાં કાંજણહરિ પશ્ચિમ કો‌ળીવાડમાં રહેતા મયુર અમ્રતભાઇ પટેલ અને જુજવામાં ચીલ ફળિયામાં રહેતા અંકિત વિનોદભાઇ પટેલ સાથે આશિષને મિત્રતા થઇ હતી.

જેને લઇ તેઓ આશિષના ઘરે આવતા જતા હતા, જેને લઇ આશિષના પિતા મુકેશભાઇને સારી રીતે ઓળખતા હતા. 1 ફેબ્રુઆરી 2021ના રોજ મિત્ર મયુર અને અંકિતે ઘરે આવીને આશિષને જણાવ્યું કે, અમારે યામાહા મોટરસાઇકલ ખરીદવી છે પરંતુ લોન અમારા નામે થતી ન હોય તારા નામે લોન કરાવી આપ.

પરંતુ આશિષના નામે કોઇ મિલકત ન હોવાનું જણાવતા તારા પિતાજીના નામે લોન કરાવી આપ,તેના હપ્તા અમો નિયમિત ભરી દઇશું તેવો ‌વિશ્વાસ આપતાં પિતાજીએ હા પાડી હતી. પિતાના ડોક્યુમેન્ટ બંન્નને આપી દીધા બાદ લોનના કાગળો ઉપર પિતાની સહિ કરાવી હતી.

આ બંને ત્યારબાદ બે મોટરસાઇકલ પિતાના નામે લોન પર ખરીદી લીધી હતી. પરંતુ ત્યાર બાદથી બેંકમાં હપ્તા જ ભર્યા ન હતા. વિશ્વાસઘાત અને છેતરપિંડી થઇ હોવાનું જણાતા આશિષે ફરિયાદ નોંધાવતા પોલીસે તેના મિત્રો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

અનેક ઇસમો પાસે લોન લીધાની આશંકા
આશિષે ફરિયાદમાં જણાવ્યું કે, ગુંદલાવ ઘડોઇ ફાટક પાસે રહેતા અશોક સુમનભાઇ પટેલને પણ વિશ્વાસ અપાવી તેના નામે પણ લોન લીધી હતી.અશોકના જણાવ્યા મુજબ અનેક ઇસમોના નામે આ રીતે લોન લીધી હોવાની શંકા તપાસ કરતા જાણવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...