રજૂઆત:વલસાડમાં ગ્રા.પં. VCA કર્મીને સરકારી દરજ્જો આપવા માગ

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીડીઓને આવેદન આપી રજૂઆતો કરાઇ

ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વીસીએ મંડળ દ્વારા કરાયેલા આદેશ વચ્ચે વલસાડ તાલુકાની પંચાયતોના કર્મચારીઓ દ્વારા સરકારી કર્મચારીનો દરજ્જો,ફિક્સ વેતન અને સમાન કામ,સમાન વેતનની માગ સાથે રાજ્યપાલને ઉદ્દેશી જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને અને આવેદન આપી રજૂઆતો કરવામાં આવી છે.

ગ્રામપંચાયત વીસીએ મંડળ દ્વારા વલસાડમાં ડીડીઓ અને ટીડીઓને અપાયેલા આવેદનમાં મહિલા કર્મચારીઓએ જણાવ્યું કે,ગ્રામ પંચાયત ગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ સમાન વેતન,લઘુત્તમ વેતનનો ભંગ થઇ રહ્યો છે.કમિશન પ્રથા બંધ કરાવી ફિક્સવેતનની નિમણૂંકો આપી સરકારી કર્મચારીઓનો દરજ્જો આપવા ગુજરાત રાજ્યના ગ્રામ પંચાયત વીસીએ મંડળે મુખ્યમંત્રીને સતત રજૂઆતો કરાઇ હતી,જેમાં સરકારે માગણીઓ સ્વીકારવા બાહેંધરી આપી આપી છતાં સરકારે તેનો અમલ કર્યો નથી.

જેને લઇ અચોક્કસ મુદ્દતની હડતાળ અને ગાંધીચિંધ્યા માર્ગે લડત આપવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.વીસીએ મંડળની ગ્રામપંચાયતોમાં કોમ્પ્યુટર ઉપર ફરજ બજાવતી આ મહિલા કર્મચારીઓએ સમાન કામને લઇ સરકારી કર્મચારી તરીકે દરજ્જો આપવા રાજ્યભરની તા.પંચાયતોમાં કામ કરતી મહિલા કર્મચારીઓના વીસીએ મંડળ દ્વારા માગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...