કોરોના સંક્રમણ:વલસાડમાં યુવતી, વૃધ્ધ સહિત વધુ ચાર કોરોનાની ઝપેટમાં

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દિવાળી પછી રોજ સરેરાશ 4 નવા કેસ, 34 એક્ટિવ

વલસાડ જિલ્લામાં શનિવારે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.જેમાં વલસાડ શહેરમાં 3 અને એક કેસ જૂજવામાં નોંધાયો હતો.આ સાથે એક્ટિવ કેસનો આંકડો 34 પર સ્થિર રહ્યો છે.બીજી તરફ ઉમરગામના એક 48 વર્ષીય યુવાન દર્દીએ કોરોનાને માત આપી હતી. વલસાડ જિલ્લામાં દિવાળી બાદ મોટી સંખ્યામાં કોરોના સંક્રમણ ફેલાવાની ભીતિ ઉભી થઇ હતી,પરંતું સદનસીબે જે કેસ આવી રહ્યા છે તે જૂજ સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને તેમાંય જિલ્લાના ધરમપુર,પારડી,વાપી,ઉમરગામ અને કપરાડા તાલુકામાં નહિવત કેસ નોંધાયા છે.

જ્યારે વલસાડ તાલુકામાં કોરોના પોઝિટિવના ઓછામાં ઓછાં બે થી 3 કેસ નોંધાતા રહ્યા છે.હાલમાં કોરોનાથી સુરક્ષિત રહેવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 100 ટકા વેક્સિનેશનનું અભિયાન શરૂ કર્યું છે અને ઘરબેઠાં પણ વેક્સિન અપાઇ રહી છે.આ સાથે દિવ્યાંગો પથારીવશોને પણ હેલ્પલાઇન મારફતે વેક્સિન મૂકવામાં આવી રહી છે.

શનિવારે પણ વલસાડ શહેરમાં 24 વર્ષીય યુવતી સહિત 3 અને તાલુકાના જૂુજવામાં એક વૃધ્ધ કોરોના પોઝિટિવ થયા હતા.બીજી તરફ પોઝિટિવ દર્દી સાજા થવાના કિસ્સામાં માત્ર એક ઉમરગામના 48 વર્ષીય દર્દીએ કોરોનાને માત આપી હતી.આ સાથે જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 34 પર સ્થિર રહી છે.

ક્યાં ક્યાં કેસ નોંધાયા

તાલુકોગામ સ્થળઉમરપુ.સ્ત્રી
વલસાડજૂજવા66પુરૂષ
વલસાડઅબ્રામા49પુરૂુષ
વલસાડવલસાડપારડી53પુરૂષ
વલસાડછીપવાડ24સ્ત્રી
અન્ય સમાચારો પણ છે...