તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડના રાણા સ્ટ્રીટમાં રહેતા 55 વર્ષીય આધેડે રવિવારે બપોરે પોતાના ઘરના રસોડામાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. લોકડાઉન બાદ આર્થિક મંદીમાં સપડાઈ ગયેલા આધેડે ફાંસો ખાઈ લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.વલસાડના રાણા સ્ટ્રીટમાં રહેતા પંકજભાઈ છબીલદાસ રાણા, ઉ.વ.55, ટેમ્પો ચલાવતા હતા. લોકડાઉન દરમિયાન ટેમ્પાનો ધંધો ઠપ.થઈ જતા પરિવાર આર્થિક મંદીમાં સપડાઈ ગયો હતો.
પંકજભાઈ રવિવારે 11:30 કલાકે તેમની પત્નીએ રસોઈ બનાવી જમાળી દીધા હતા. અન્ય ઘરોમાં રસોઈના કામ કરવા જતાં રહ્યાં હતાં. એક દીકરો બાઇકમાં પેટ્રોલ પુરાવા ગયો હતો અને નાનો દીકરો મહોલ્લામાં રમવા ગયા હતા. પંકજભાઈએ ઘરના રસોડામાં એંગલ સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પંકજભાઈ રાણાએ ફાંસો ખાધો ત્યારે ઘરમાં કોઈ હતું નહીં.
નાનો દીકરો યુગ ઘરમાં આવતા પિતાને ફાંસો ખાધેલી હાલતમાં જોઈને ઘરની બહાર આવી બુમાબુમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. બનાવ અંગે સીટી પોલીસને જાણ કરતા લાશનો કબ્જો મેળવીને આગળની તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે ભત્રીજા યશ રાણાએ સીટી પોલીસ મથકે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે FSLની ટીમની મદદ મેળવીને પ્રાથમિક તપાસ હાથ ધરતા પંકજભાઇ પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી ન હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.