કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં આજે 3 યુવકો કોરોના પોઝિટિવ, એક્ટિવ કેસનો આંક 16 પર પહોંચ્યો

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્યની ટીમે લોકોને માસ્ક પહેરવા અને તકેદારી રાખવા અપીલ કરી

વલસાડ જિલ્લામાં 11મી જૂનના રોજ વલસાડ તાલુકામાંથી 2 અને પારડી તાલુકામાંથી 1 યુવક કોરોના સંક્રમિત જાહેર થતા આરોગ્ય વિભગની ટીમ દોડતી થઈ હતી. સંક્રમિત દર્દીઓને વિસ્તારમાં કોરોના જાગૃતિ અને લક્ષણો ધરાવતા લોકોના RT-PCR ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોને સામાન્ય લક્ષણ જણાઈ આવે તોતાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર ટેસ્ટિંગ કરાવવા અપીલ કરી છે.

એક્ટિવ કેસનો આંક 16 પર

વલસાડ જિલ્લામાં થોડા દિવસોથી સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આજરોજ વલસાડ તાલુકા 2 અને પારડી તાલુકામાંથી 1 યુવક સંક્રમિત જાહેર થતા સંક્રમિત દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મેળવી આગળની તપાસ હાથ ધરી છે. સંક્રમીત દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોની યાદી મેળવી આરોગ્ય વિભાગની ટીમે સંક્રમણ ઘટાડવા પ્રયાસ હાથ ધર્યો છે. જિલ્લામાંથી 3 દર્દીઓ કોરોના સંક્રમિત જાહેર થતા જિલ્લા આરોગ્ય વિભગની ટીમ દોડતી થઈ હતી. જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 16 પર પહોંચ્યો છે.

બુસ્ટર ડોઝની સંખ્યા 88 હજાર ઉપર પહોંચી

વલસાડ જિલ્લામાં કુલ 16 જેટલા એક્ટિવ કેસ છે. આ 16 દર્દીઓ પૈકી વલસાડ તાલુકામાં 12, પારડી તાલુકામાં 2, ઉમરગામ તાલુકામાં 2, અને વાપી, ધરમપુર અને કપરાડા તાલુકામાં 0 કોરોના સંક્રમિત દર્દીઓ મળી મળી કુલ 16 એકીટિવ કેસ નોંધાયા છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 5,85,632 લોકોએ ટેસ્ટ કરાવ્યા જેમાંથી 5,72,897 દર્દીઓ નેગેટિવ જ્યારે 12,735 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 12,223 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી હતી. જ્યારે માત્ર કોરોનાના કારણે 84 જ્યારે કોમોડિટીના કારણે 412 કોરોના સંક્રમિતોના મૃત્યુ થયા છે. તો જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી સૂચારૂં રીતે ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 31,25,819 જેટલા ડોઝ મુકવામાં આવ્યા છે. બુસ્ટર ડોઝની સંખ્યા 88,464 સુધી પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...