• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Valsad District Today Talatis Gathered At Nargol Beach Amid Strike And Appealed To People To Join Door To Door Tricolor Campaign.

તલાટીઓની હડતાળ:વલસાડ જિલ્લામાં આજે તલાટીઓ હડતાળની વચ્ચે નારગોલ બીચ પર એકઠા થયા, લોકને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા અપીલ કરી

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નારગોલ બીચ ખાતે તલાટી કમ મંત્રીઓએ માનવ સાકળ બનાવી લોકોને અપીલ કરી

વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના તલાટી કમ મંત્રીઓ પડતર માંગણીઓને લઈને હડતાળ ઉપર ઉતર્યા છે. જિલ્લાના હડતાળ ઉપર ઉતરેલા તલાટી કમ મંત્રીઓએ નારગોલ બીચ ખાતે માનવ સાકળ બનાવી દેશના તમામ લોકોને ઘર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા માટે આહવાન કર્યું હતું. સાથે રાજ્ય સરકારને તેમની પડતર માંગણીઓનો જલ્દી નિર્ણય કરવા જણાવ્યું છે.

તલાટીઓની 6 દિવસથી હડતાળ ચાલી રહી છે
રાજ્યના તલાટીઓ પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા 6 દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે. ચાલુ વર્ષે રાજ્ય સરકાર જ્યાં સુધી માંગણીઓ ન પૂર્ણ ન કરે ત્યાં સુધી કામકાજથી અળગા રહેવાનો નિર્ણય ઉપર મક્કમ રહ્યા છે. તેની વચ્ચે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ બીચ ખાતે જિલ્લાના તમામ તલાટીઓએ એક માનવ સાકળ બનાવી જિલ્લાના અને દેશના તમામ લોકોને ઘર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા અપીલ કરી છે. સાથે રાજ્ય સરકારને પણ તેમની પડતર માંગણીઓ ઉપર યોગ્ય નિર્ણય કરવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...