તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:વલસાડ જિલ્લામાં આજે 1430 લોકોએ વોક ઈન વેક્સિનેશનનો લાભ લીધો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવતીકાલે જિલ્લાના તમામ રસીકરણ કેંદ્રો બંધ રહેશે

. 21 મી જૂનથી સમગ્ર રાજયમાં વોક ઇન વેકસિનેશનનો પ્રારંભ કરાયો છે. વલસાડ જિલ્‍લામાં આ મહાઅભિયાન અંતર્ગત તા.06 જુલાઈના રોજ સાંજે 4:00 કલાક સુધીમાં કુલ 72 રસીકરણ કેન્‍દ્રો ઉપર 1226 વ્‍યક્‍તિઓનું વેકસીનેશન કરાયું છે.

તાલુકાવાઇઝ વિગતો જોઇએ તો વલસાડ તાલુકામાં 86, વાપીમાં 404, પારડીમાં 42, ધરમપુરમાં 77, કપરાડા 108 તેમજ ઉમરગામમાં 509 જેટલા વ્‍યક્‍તિઓનું વેક્‍સિનેશન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત અભ્‍યાસ/ નોકરી અર્થે વિદેશમાં જનારા વ્‍યક્‍તિઓ માટે રાજીવગાંધી હોલ ખાતે આજે 204 વ્‍યક્‍તિઓને વેક્‍સિનેશન કરવામાં આવ્‍યું છે.

તા.7 જુલાઈના બુધવારના રોજ મમતા દિવસ હોવાથી સમગ્ર વલસાડ જિલ્લામાં કોવિડ-19 રસીકરણનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્‍યો છે. આગામી દિવસોમાં વેકસીનેશનની ઝડપ વધારવામાં આવશે, ત્‍યારે વલસાડ જિલ્લાના વધુમાં વધુ લોકો વેકસીનશનનો લાભ લઇ કોરોનામુક્‍ત અભિયાનમાં સહયોગ આપવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ.અનિલ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

અન્ય સમાચારો પણ છે...