કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં આજે નવા 142 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 439 પર પહોંચ્ચો, 4 દર્દીઓએ કોરોનાને માત આપી

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત બીજા દિવસે કોરોનાના કેસની જિલ્લામાં સેન્ચુરી
  • કોવિડના નિયમોની અમલવારી નહીં થાય તો કેસ વધવાની શક્યતા

વલસાડ જિલ્લામાં કોરોનાએ ફરીથી માથુ ઊંચક્યું છે. દરરોજ 70થી વધુ કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 439 પર પહોંચી છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 142 કેસ નોંધાયા છે. વલસાડ તાલુકામાંથી 96, વાપી 15, પારડી 20, ઉમરગામ 6, ધરમપુર 6 અને કપરાડા તાલુકામાંથી 1, કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જેને લઈ આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની યાદી મેળવી તમામને ક્વોરન્ટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આજે 4 દર્દીઓએ કોરોનાને માત આપી હતી.

વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવ્યા બાદ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. જિલ્લામાં ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે વલસાડ જિલ્લામાં 142 નવા કોરોના સંક્રમિત કેસ સામે આવ્યાં છે. જેના કારણે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 439 પર પહોંચી ચુક્યો છે.

જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 3 લાખ 67 હજાર 668 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 3 લાખ 60 હજાર 882 સેમ્‍પલ નેગેટિવ અને કુલ 6 હજાર 786 સેમ્‍પલ પોઝિટિવ આવ્‍યા છે. જ્યારે કુલ 5 હજાર 880 દર્દીઓ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ સારવાર મેળવી કોરોનાને માત આપી જિંદગીની જંગ જીતી ચુક્યા છે. જિલ્લામાં 15+ વર્ષની વધુ ઉંમરના 13 લાખ 56 હજાર 261 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્યારે 13 લાખ 17 હજાર 273 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવી ચુક્યા છે.

વલસાડ જિલ્લામાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે વધુ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં વધતા જતા કોરોનાના આંકને અંકુશમાં લાવવા સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના RT-PCR ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંક્રમિત દર્દીઓના વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે.

વલસાડ તાલુકામાં 264 એક્ટિવ, પારડી તાલુકાના 50 એક્ટિવ કેસ, વાપી તાલુકામા 84 એક્ટિવ કેસ, ઉમરગામ તાલુકામાં 28 એક્ટિવ કેસ, ધરમપુર તાલુકામાં એક્ટિવ કેસ 8 અને કપરાડા તાલુકામાં 5 એક્ટિવ કેસ છે. વલસાડ જિલ્લામાં નોંધાયેલા 6 હજાર 786 સંક્રમિત કેસ સામે 5 હજાર 880 કોરોના સંક્રમિત દર્દીઓ કોરોના સામે જિંદગીનો જંગ જીતી ચુક્યા હતા.

વલસાડ જિલ્લામાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને રસિકરણને બીજા દિવસે વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લાની શાળાઓમાં યોજાયેલા રસીકરણ ઝુંબેશમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રસીનો પ્રથમ ડોઝ મુકાવી આરોગ્ય વિભાગની ઝુંબેશને સફળ બનાવી હતી.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરી કોરોના સંક્રમિત જાહેર થયા બાદ કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામના સરપંચ મુકેશભાઈ જીવનભાઈ પટેલ કોરોના સંક્રમિત જાહેર થતા સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને તેના સંપર્કમાં આવેલા તેમના સમર્થકોને કોરોનાના લક્ષણ જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરીને કોરોના ટેસ્ટ કરવી લેવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...