• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Valsad District Today 13 New Cases Of Corona Were Registered And The Number Of Active Cases Reached 108, 5 Patients Beat Corona.

કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 108 પર પહોંચ્ચો, 5 દર્દીઓએ કોરોનાને માત આપી

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપરાડા તાલુકામાં ઘણા લાંબા સમયના વિરામ બાદ તાલુકામાં 1 કેસ નોંધાયો
  • વલસાડ તાલુકામાંથી 8, વાપીમાંથી 3, ઉમરગામ 1 અને કપરાડામાં 1 કેસ સામે આવ્યો

વલસાડ જિલ્લામાં કોરોનાએ ફરીથી માથુ ઊંચક્યું છે. દરરોજ 10થી વધુ કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 108 પર પહોંચી છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. વલસાડ તાલુકામાંથી 8, વાપી તાલુકામાંથી 3, ઉમરગામ તાલુકાના 1 અને કપરાડા તાલુકામાં 1 કેસ કોરોના સંક્રમિત મળી આવ્યો હતો. જેને લઈ આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની યાદી મેળવી તમામને ક્વોરન્ટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આજે 5 દર્દીઓએ કોરોનાને માત આપી હતી.

વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવ્યા બાદ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. જિલ્લામાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે વલસાડ જિલ્લામાં 13 નવા કોરોના સંક્રમિત કેસ સામે આવ્યાં છે. જેના કારણે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 108 પર પહોંચી ચુક્યો છે.

જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 3 લાખ 57 હજાર 942 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 3 લાખ 51 હજાર 499 સેમ્‍પલ નેગેટિવ અને કુલ 6 હજાર 443 સેમ્‍પલ પોઝિટિવ આવ્‍યા છે. જ્યારે કુલ 5 હજાર 868 દર્દીઓ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ સારવાર મેળવી કોરોનાને માત આપી જિંદગીની જંગ જીતી ચુક્યા છે. જિલ્લામાં 15+ વર્ષની વધુ ઉંમરના 13 લાખ 19 હજાર 191 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્યારે 13 લાખ 06 હજાર 533 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવી ચુક્યા છે.

વલસાડ જિલ્લામાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે વધુ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં વધતા જતા કોરોનાના આંકને અંકુશમાં લાવવા સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના RT-PCR ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંક્રમિત દર્દીઓના વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે.

વલસાડ તાલુકામાં 52 એક્ટિવ, પારડી તાલુકાના 15 એક્ટિવ કેસ, વાપી તાલુકામા 31 એક્ટિવ કેસ, ઉમરગામ તાલુકામાં 7 એક્ટિવ કેસ, ધરમપુર તાલુકામાં એક્ટિવ કેસ 2 અને કપરાડા તાલુકામાં 1 એક્ટિવ કેસ છે. વલસાડ જિલ્લામાં નોંધાયેલા 6 હજાર 443 સંક્રમિત કેસ સામે 5 હજાર 868 કોરોના સંક્રમિત દર્દીઓ કોરોના સામે જિંદગીનો જંગ જીતી ચુક્યા હતા.

જિલ્લાની તમામ શાળાઓમાં 91 હજારથી વધારે બાળકોને રસી મુકવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. હાલ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ પાસે 60 હજાર કોવેક્સિન રસીના ડોઝ ફાળવ્યા છે. જિલ્લામાં અને રાજ્યમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોવેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...