વરસાદે વિરામ લીધો:વલસાડ જિલ્લામાં વરસાદે વિરામ લીધો સિઝનનો કુલ આંક વધીને 77 ઇંચ થયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ તરફથી મળેલ વિગતો અનુસાર જિલ્લામાં 15 સપ્ટેમ્બરના રોજ સવારે 6 કલાકે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ઉમરગામ તાલુકામાં 48 મિમી, કપરાડા તાલુકામાં 15 મિમી, ધરમપુર તાલુકામાં 10 મિમી, પારડી તાલુકામાં 46 મિમી, વલસાડ તાલુકામાં 51 મિમી અને વાપી તાલુકામાં 43 મિમી વરસાદ નોંધાયો છે. જોકે, બુધવારે દિવસભર વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

જિલ્લામાં હાલના મોસમના કુલ વરસાદની વિગતો જોઇએ તો ઉમરગામ તાલુકામાં 2209 મિમી (86.97 ઇંચ), કપરાડા તાલુકામાં 2315 મિમી (91.36 ઇંચ), ધરમપુર તાલુકામાં 1811 મિમી, (71.30 ઇંચ), પારડીમાં 1645 મિમી (64.76 ઇંચ), વલસાડમાં 1677 મિમી (66.02 ઇંચ) અને વાપી તાલુકામાં 2058 મી.મી. (76.89 ઇંચ) વરસાદ નોંધાયો છે. આમ મોસમનો સરેરાશ 1953 મિમી એટલે કે 77 ઇંચ વરસાદ વરસી ચૂકયો છે. જોકે, 15 સપ્ટેમ્બરે વરસાદે વિરામ લેતા ગરમાટો અનુભવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...