દારૂના વેપલા પર પોલીસની તવાઈ:વલસાડ જિલ્લામાં પોલીસે 48 ઘરોમાં રેડ કરી દેશી દારૂનો વેપલો કરતા લોકોને ઝડપી પાડયાં

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11 દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી તેના પર કેસ કરાયા, દારૂનો વેપલો કરનારા લોકોમાં ફફડાટ

રાજ્યમાં લઠ્ઠાકાંડ સામે આવ્યાં બાદ પોલીસ દેશી દારૂના અડ્ડાઓ પર રેડ કરીને અડ્ડાઓ બંધ કરાવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસે પણ દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી હતી. પોલીસે 48 ઘરોમાં રેડ કરીને દારૂનો વેપલો કરતા ઇસમોને ઝડપી પાડયા હતા. જિલ્લામાં 11 દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. તેમજ દેશી દારૂની ભઠ્ઠી સંચાલકોને ભઠ્ઠીના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
દારૂની ભઠ્ઠીના અડ્ડાઓ ઉપર પોલીસની રેડ
લઠ્ઠાકાંડની ઘટના સામે આવતા વલસાડ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. જિલ્લામાં ચાલતા દારૂના અડ્ડાઓ ઉપર સાગમટે રેડ કરી દેશી દારૂના વેંચાણની પ્રવૃત્તિ અંકુશમાં લાવવા પ્રયાસો કરવામાં આવ્યાં હતા. જિલ્લા પોલીસે 48 ઘરોમાં રેડ કરી દેશી દારૂનો વેપલો કરતી મહિલાઓ અને ઇસમોને ઝડપી પાડયા હતા. તેમજ જિલ્લા પોલીસે 11 જેટલા સ્થળોએ ચાલતી દેશી દારૂની ભઠ્ઠીના અડ્ડાઓ ઉપર પણ રેડ કરી હતી. પોલીસની આ રેડ દરમિયાન 20થી વધુ મકાનોમાં દારૂનો મુદ્દામાલ ન મળતા નિલ.રેડ નોંધાઇ હતી. પોલીસ દ્વારા રેડ કરાતા દારૂનો વેપલો કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

દારૂ બંધીનું કડકાઈથી અમલવારી કરાવવા સૂચના
​​​​​​​
વલસાડ પંથકમાં દારૂ બંધીનું કડકાઈથી અમલવારી કરાવવા સૂચનાઓ આપવામાં આવી છે. આગામી દિવસોમાં વલસાડ તાલુકા સહિત જિલ્લાના તમામ પોલીસ મથકોમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર કડકાઇથી કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...