• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Valsad District, The Number Of Active Cases Reached To 195 With 71 New Cases Of Corona Reported Today, 4 Patients Beat Corona.

કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં આજે કોરોનાના નવા 71 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 195 પર પહોંચ્ચો, 4 દર્દીઓએ કોરોનાને માત આપી

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાદરા નગર હવેલીમાં પણ વધુ 3 કોરોના સંક્રમિત દર્દ જાહેર થતા એક્ટિવ કેસ 11 સુધી પહોંચ્યો
  • વલસાડ તાલુકામાંથી 46, પારડીમાંથી 6, વાપી તાલુકામાંથી 13, ઉમરગામ 5,અને કપરાડા તાલુકામાંથી 1 કેસ સામે આવ્યો

વલસાડ જિલ્લામાં કોરોનાએ ફરીથી માથુ ઊંચક્યું છે. દરરોજ 10થી વધુ કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 195 પર પહોંચી છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે. વલસાડ તાલુકામાંથી 46, વાપી 1, પારડી 6, વાપી 13, ઉમરગામ 5 અને કપરાડા તાલુકામાંથી 1, કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જેને લઈ આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની યાદી મેળવી તમામને ક્વોરન્ટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આજે 4 દર્દીઓએ કોરોનાને માત આપી હતી.

વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવ્યા બાદ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. જિલ્લામાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે વલસાડ જિલ્લામાં 71 નવા કોરોના સંક્રમિત કેસ સામે આવ્યાં છે. જેના કારણે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 195 પર પહોંચી ચુક્યો છે.

જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 3 લાખ 62 હજાર 892 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 3 લાખ 56 હજાર 355 સેમ્‍પલ નેગેટિવ અને કુલ 6 હજાર 537 સેમ્‍પલ પોઝિટિવ આવ્‍યા છે. જ્યારે કુલ 5 હજાર 875 દર્દીઓ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ સારવાર મેળવી કોરોનાને માત આપી જિંદગીની જંગ જીતી ચુક્યા છે. જિલ્લામાં 15+ વર્ષની વધુ ઉંમરના 13 લાખ 35 હજાર 780 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્યારે 13 લાખ 06 હજાર 533 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવી ચુક્યા છે.

વલસાડ જિલ્લામાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે વધુ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં વધતા જતા કોરોનાના આંકને અંકુશમાં લાવવા સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના RT-PCR ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંક્રમિત દર્દીઓના વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે.

વલસાડ તાલુકામાં 114 એક્ટિવ, પારડી તાલુકાના 21 એક્ટિવ કેસ, વાપી તાલુકામા 44 એક્ટિવ કેસ, ઉમરગામ તાલુકામાં 11 એક્ટિવ કેસ, ધરમપુર તાલુકામાં એક્ટિવ કેસ 3 અને કપરાડા તાલુકામાં 2 એક્ટિવ કેસ છે. વલસાડ જિલ્લામાં નોંધાયેલા 6 હજાર 537 સંક્રમિત કેસ સામે 5 હજાર 875 કોરોના સંક્રમિત દર્દીઓ કોરોના સામે જિંદગીનો જંગ જીતી ચુક્યા હતા.

વલસાડ જિલ્લામાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને રસિકરણને બીજા દિવસે વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લાની શાળાઓમાં યોજાયેલા રસીકરણ જુમબેશમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રસીનો પ્રથમ ડોઝ મુકાવી આરોગ્ય વિભાગની ઝુંબેશને સફળ બનાવી હતી.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરી કોરોના સંક્રમિત જાહેર થતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી. જીતુભાઇના સંપર્કમાં આવેલા અને લક્ષણો ધરાવતા તમામ લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રો ઉપર RTPCR ટેસ્ટ કરવી લેવા જિલ્લા આરોગ્ય અધિકારીએ અપીલ કરી છે

અન્ય સમાચારો પણ છે...