કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં આજે નવા 27 કેસ અને 1 મોત, સંઘપ્રદેશ સેલવાસમાં નવા 5 કેસ અને 3 મોત

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે ચાર દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યા
  • વલસાડમાં એક્ટિવ કેસનો આંક 100 પર પહોંચ્યો
  • વલસાડ તાલુકામાંથી 9, પારડી 7, વાપીમાંથી 6, ઉમરગામ 4 અને ધરમપુરમાં 1 કેસ સામે આવ્યો

વલસાડ જિલ્લામાં કોરોનાએ ફરીથી માથુ ઊંચક્યું છે. દરરોજ 10થી વધુ કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 100 પર પહોંચી છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. વલસાડ તાલુકામાંથી 9, પારડી તાલુકામાંથી 7, વાપી તાલુકામાંથી 6, ઉમરગામ તાલુકાના 4 અને ધરમપુર તાલુકામાં 1 કેસ કોરોના સંક્રમિત મળી આવ્યો હતો. જેને લઈ આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની યાદી મેળવી તમામને ક્વોરન્ટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આજે 4 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જ્યારે એક કોરોના સંક્રમિત વલસાડ તાલુકાની 29 મહિલાને કોરોના ભરખી ગયો હતો.તો સેલવાસમાં આજે નવા 5 કેસ નોંધાયા હતા જ્યારે 3 દર્દીઓના મોત નિપજ્યા હતા.

વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવ્યા બાદ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. જિલ્લામાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે વલસાડ જિલ્લામાં 27 નવા કોરોના સંક્રમિત કેસ સામે આવ્યાં છે. જેના કારણે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 100 પર પહોંચી ચુક્યો છે.

જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 3,56,942 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 3,50,512 સેમ્‍પલ નેગેટિવ અને કુલ 6,430 સેમ્‍પલ પોઝિટિવ આવ્‍યા છે. જ્યારે કુલ 5,859 દર્દીઓ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ સારવાર મેળવી કોરોનાને માત આપી જિંદગીની જંગ જીતી ચુક્યા છે. જિલ્લામાં 18+ વર્ષની વધુ ઉંમરના 13,11,015 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્યારે 13,02,165 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવી ચુક્યા છે.

વલસાડ જિલ્લામાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે વધુ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં વધતા જતા કોરોનાના આંકને અંકુશમાં લાવવા સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના RT-PCR ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંક્રમિત દર્દીઓના વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે.

વલસાડ તાલુકામાં 41 એક્ટિવ, પારડી તાલુકાના 14 એક્ટિવ કેસ, વાપી તાલુકામા 22 એક્ટિવ કેસ, ઉમરગામ તાલુકામાં 7 એક્ટિવ કેસ, ધરમપુર તાલુકામાં એક્ટિવ કેસ 2 અને કપરાડા તાલુકામાં 0 એક્ટિવ કેસ છે. વલસાડ જિલ્લામાં નોંધાયેલા 6,430 સંક્રમિત કેસ સામે 5,859 કોરોના સંક્રમિત દર્દીઓ કોરોના સામે જિંદગીનો જંગ જીતી ચુક્યા હતા. જ્યારે વલસાડ તાલુકામાં રહેતી 29 વર્ષીય મહિલા 31 ડિસેમ્બરે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટ દરમ્યાન સંક્રમિત જાહેર થઈ હતી. મહિલાને કિડનીની પણ બીમારી સાથે હોવાથી મહિલાને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન મહિલાને કોરોના ભરખી ગયો હતો.

સંઘપ્રદેશ સેલવાસમાં કોરોનાના 3 દર્દીઓનાં મોત
સેલવાસમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન એકલ દોકલ કેસ નોંધાઈ રહ્યા હતા. પરંતુ, આજે કોરોનાના કારણે ત્રણ દર્દીઓના મોત નિપજતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ ઉપરાંત આજે નવા 5 કેસ પણ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...