કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં કોરોનાના કેસમાં જબ્બર ઉછાળો, આજે 175 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 604ને પાર થયો

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેલવાસમાં 10 કેસ સાથે 35 એક્ટિવ કેસ
  • દમણમાં 7 નવા કેસ સાથે 47 એક્ટિવ કેએ નોંધાયા
  • આજે 10 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા

વલસાડ જિલ્લામાં કોરોનાએ ફરીથી માથુ ઊંચક્યું છે. દરરોજ 100થી વધુ કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસ 604 પર પહોંચી છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 175 કેસ નોંધાયા છે. વલસાડ તાલુકામાંથી 106, વાપી 32, પારડી 28, ઉમરગામ 6, ધરમપુર 2 અને કપરાડા તાલુકામાંથી 1, કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જેને લઈ આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની યાદી મેળવી તમામને ક્વોરન્ટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આજે 10 દર્દીઓએ કોરોનાને માત આપી હતી.

વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવ્યા બાદ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. જિલ્લામાં ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે વલસાડ જિલ્લામાં 175 નવા કોરોના સંક્રમિત કેસ સામે આવ્યાં છે. જેના કારણે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 604 પર પહોંચી ચુક્યો છે.

જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 3 લાખ 70 હજાર 668 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 3 લાખ 63 હજાર 882 સેમ્‍પલ નેગેટિવ અને કુલ 6 હજાર 961 સેમ્‍પલ પોઝિટિવ આવ્‍યા છે. જ્યારે કુલ 5 હજાર 890 દર્દીઓ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ સારવાર મેળવી કોરોનાને માત આપી જિંદગીની જંગ જીતી ચુક્યા છે. જિલ્લામાં 15+ વર્ષની વધુ ઉંમરના 13 લાખ 56 હજાર 261 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્યારે 13 લાખ 17 હજાર 273 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવી ચુક્યા છે.

વલસાડ જિલ્લામાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે વધુ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં વધતા જતા કોરોનાના આંકને અંકુશમાં લાવવા સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના RT-PCR ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંક્રમિત દર્દીઓના વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે.

વલસાડ તાલુકામાં 370 એક્ટિવ, પારડી તાલુકાના 78 એક્ટિવ કેસ, વાપી તાલુકામા 116 એક્ટિવ કેસ, ઉમરગામ તાલુકામાં 34 એક્ટિવ કેસ, ધરમપુર તાલુકામાં એક્ટિવ કેસ 10 અને કપરાડા તાલુકામાં 6 એક્ટિવ કેસ છે. વલસાડ જિલ્લામાં નોંધાયેલા 6 હજાર 786 સંક્રમિત કેસ સામે 5 હજાર 890 કોરોના સંક્રમિત દર્દીઓ કોરોના સામે જિંદગીનો જંગ જીતી ચુક્યા હતા.

10 જાન્યુઆરીથી જિલ્લામાં બુસ્ટર ડોઝની શરૂઆત થશે

વધતા જતા કોરોના સંક્રમણ અને ઓમિક્રોન વેરીયન્‍ટના વ્‍યાપને પગલે રાજ્‍ય સરકારે તા.8મી જાન્‍યુઆરીથી અનિવાર્ય સંજોગોમાં છુટછાટ આપાવાની સાથે વધુ નિયંત્રણો અમલી બનાવ્‍યા છે. વિદેશથી આવેલા નાગરિકોને સાત દિવસ માટે 7 દિવસ માટે ફરજિયાત હોમ કવોરોન્‍ટાઇન રહેવા જણાવ્‍યું છે. વેકસીન ન લીધી હોય એવા વ્‍યક્‍તિઓને કોરોના સંક્રમણ થવાનો ભય વધારે હોય વહેલી તકે રસી લેવી ખૂબ જ જરૂરી છે.

વલસાડ જિલ્લામાં આગામી તા.10મી જાન્યુઆરી 2022ને સોમવારથી હેલ્‍થ કેર વર્કર, ફ્રન્‍ટલાઇન વર્કર તથા 60 વર્ષથી વધુ ઉંમરની વ્‍યક્‍તિઓની પ્રિકોશન (બુસ્‍ટર) ડોઝ આપવાની શરૂઆત થનાર છે. આ રસી લેવાથી વ્‍યક્‍તિઓના શરીરમાં કોરોના વિરોધી એન્‍ટીબોડીઝનું સ્‍તર ઊંચુ આવશે અને કોરોના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ થશે. જે વ્‍યક્‍તિઓએ કોવિડ-19 રસીનો બીજો ડોઝ લીધો હોય અને 9 માસ પૂર્ણ થયા હોય તેવી વ્‍યક્‍તિઓ પ્રિકોશન (બુસ્‍ટર) ડોઝ લેવાને પાત્ર રહેશે.

વલસાડ જિલ્લામાં 13,018 હેલ્‍થ કેર વર્કર, 16,888 ફ્રન્‍ટલાઇન વર્કર અને 60 વર્ષથી ઉપરના કોમોર્બીડીટી (ગંભીર પ્રકારની) રોગ ધરાવતા વ્‍યક્‍તિઓને ક્રમાનુસાર બુસ્‍ટર ડોઝ આપવાનું જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા આયોજન કરાયું છે.

વલસાડમાં ડોકટર દંપતી- પારડીના તબીબ સંક્રમિત
વલસાડના લુહાર ટેકરા ખાતે આવેલી એક હોસ્પિટલના તબીબ અને તેમના પત્ની પોઝિટિવ આવ્યા હતા.જ્યારે પારડી ચીવલ રોડ પર ચાર રસ્તા નજીક એક હોસ્પિટલના તબીબ પણ સંક્રમિત થયા હતા.આમ હવે ડોકટરો પણ સંક્રમણની ચપેટમાં આવી ગયા હતા.આ ડોક્ટરો વેક્સિનેટેડ હતા.જોકે હવે વેક્સિનેટેડ પણ સંક્રમિત થઇ રહ્યા છે પરંતું અગાઉ મુજબ કોરોનાની તીવ્રતા અને વેધકતા વેક્સિનના કારણે ઓછી થઇ જતાં લોકોને વેક્સિનનો ફાયદો મળી રહ્યો છે.

5 વર્ષની નાની વયથી 24 વર્ષના યુવાઓ કોરોનાગ્રસ્ત

તાલુકોગામઉમરપુ સ્ત્રી
વલસાડઅબ્રામા23સ્ત્રી
પારડીકુંભારવાડ24પુરૂષ
વલસાડહરિયા24સ્ત્રી
વલસાડહરિયા20સ્ત્રી
વલસાડહરિયા10સ્ત્રી
વાપીડુંગરા22પુરૂષ
વાપીછીરી21પુરૂષ
વાપીછરવાડા21સ્ત્રી
વાપીછીરી22સ્ત્રી
વલસાડતિથલરોડ15પુરૂષ
વલસાડઅતુલકોલોની14સ્ત્રી
વલસાડઅટગામ12પુરૂષ
વલસાડમોગરાવાડી16સ્ત્રી
વલસાડબંદરરોડ9પુરૂષ
વલસાડબેચર રોડ20સ્ત્રી
વલસાડજલારામ રોડ15સ્ત્રી
વલસાડવાંકી કાંઠા12સ્ત્રી
પારડીઓરવાડ15સ્ત્રી
ઉમરગામસોળસુબા20પુરૂષ
ઉમરગામગાંધીવાડી23સ્ત્રી
વલસાડદેસાઇ ફ.23પુરૂષ
વાપીપ્રમુખહિલ16પુરૂષ
વાપીપંચવટીએપા.19પુરૂષ
વાપીચલા રોડ13પુરૂષ
વલસાડનનકવાડા24સ્ત્રી
પારડીમોટાવાઘછીપા13પુરૂષ
વાપીગુંજન5પુરૂષ
વલસાડઉમરસાડી19પુરૂષ
વલસાડઉમરસાડી17સ્ત્રી
વલસાડભાગડાવડા24પુરૂષ
વલસાડલીલાપોર15પુરૂષ
વાપીનૂતનનગર22સ્ત્રી
પારડીબગવાડા24સ્ત્રી

​​​​​​​

માતા પિતા સહિત સંતાનો પણ સંક્રમિત થયા
​​​​​​​ જિલ્લામાં શુક્રવારે 175 જેટલા કોરોના કેસોમાં પરિવારના સભ્યોમાં માતા પિતા સાથે સંતાનો પણ સંક્રમિત થઇ ગયા હતા.પારડી,વલસાડ અને વાપી તાલુકામાં આવા કેસો એક ઘરમાં જોવા મળ્યા હતા.માતા પિતા નોકરી વ્યવસાયમાં જોડાયા છે તેવા કેસમાં તેઓ સંક્રમિત થતાં ઘરે તેમના સંતાનો સંપર્કમાં આવતા પોઝિટિવ થયા હતા.આમાં માતા પિતાએ કોવિડ-19ના નિયમોનું ખુબ ગંભીરતા સાથે પાલન કરવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...