તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 8 કેસ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 14 દર્દી ડીસ્ચાર્જ થયા

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત છે. આજે નવા 8 કેસ નોંધાયા છે તો 14 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે. જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હવે 100ની અંદર આવી ચૂકી છે.

આજે નવા નોંધાયેલા કેસોમાં વલસાડ તાલુકાના 06, પારડીમાં 01, વાપીમાં 00, ઉમરગામમાં 01, ધરમપુરમાં 00 અને કપરાડામાં 00 કેસોનો સમાવેશ થાય છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા હવે ઘટીને 97 થઈ છે.

જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 1,40,944 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 1,35,010 સેમ્‍પલ નેગેટીવ અને 5,934 સેમ્‍પલ પોઝીટીવ આવ્‍યા છે.

વલસાડ જિલ્લામાં કરાયેલા વેકસીનેશનની વિગતો જોઇએ તો પહેલા તબક્કામાં 15,777ને પ્રથમ ડોઝ અને 12,607ને બીજો ડોઝ, બીજા તબક્કામાં 24,401ને પ્રથમ ડોઝ અને 13,274ને બીજો ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્‍યારે ત્રીજા તબક્કામાં 45 વર્ષની ઉપરના 2,43,781 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ અને 1,07,835 વ્‍યક્‍તિઓને બીજો ડોઝ તેમજ 18થી 44 વર્ષની વય જૂથના 47,391 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે.

અન્ય સમાચારો પણ છે...