તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • In Valsad District, The Health Department Performed More Than 10 Thousand Successful Deliveries In The Midst Of Koro Transition

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી વચ્ચે સિદ્ધિ:વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણના વચ્ચે આરોગ્ય વિભાગે 10 હજારથી વધુ સફળ પ્રસૂતિઓ કરાવી

વલસાડ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંક્રમણ વચ્ચે આરોગ્ય વિભાગ સતત ખડેપગે
 • 2020થી જાન્‍યુઆરી-2021 સુધીના સમય ગાળામાં 10019 સફળ પ્રસુતિઓ કરાવવામાં આવી

વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણની સ્‍થિતિ વચ્‍ચે પણ પૂરતી તકેદારી રાખી સમગ્ર જિલ્લામાં સગર્ભા મહિલાઓની સારવાર અવિરત ચાલુ રાખવામાં આવી છે. એપ્રિલ-2020થી જાન્‍યુઆરી-2021 સુધીના સમય ગાળામાં જીલ્લાની સરકારી સંસ્થાઓમાં કુલ 10019 સફલ પ્રસુતિઓ કરાવવામાં આવી છે.

હાલ કોરોના વાઇરસના કેસોમાં દિન પ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે. તેમજ તબક્કાવાર કોરોનાની રસી પણ આપવામાં આવી રહી છે. પરંતુ કોરોનાની મહામારીની શરૂઆતના સમયથી આજદિન સુધી આરોગ્‍ય વિભાગના સ્‍ટાફે સતત ખડેપગે હાજર રહી સેવાઓ આપતા રહ્યા છે. જેના ફળ સ્‍વરૂપે એપ્રિલ-2020થી જાન્‍યુઆરી-2021 સુધીના સમય ગાળામાં વલસાડ જિલ્લાની સરકારી સંસ્‍થાઓમાં કુલ 10019 સફળ પ્રસુતિઓ કરાવવામાં આવી છે.

સરકારી સંસ્‍થાઓમાં કરાવેલ સફળ પ્રસુતિઓમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે 713, સબ ડિસ્‍ટ્રિકટ હોસ્‍પિટલો ખાતે 4312, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે 3828 તથા સિવિલ હોસ્‍પિટલ વલસાડ ખાતે 1166 પ્રસુતિઓ કરાવવામાં આવી હોવાનું મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો