લમ્પીને લઈ રાહતના સમાચાર:વલસાડ જિલ્લામાં પોણા ચાર લાખ પશુઓની તપાસણી કરાતા માત્ર 9 પશુઓમાં વાઈરસની અસર જોવા મળી

વલસાડ4 દિવસ પહેલા
  • જિલ્લામાં તમામ પશુપાલોકોના તબેલાઓમાં કુલ 7,200 રસીકરણ કરવામાં આવ્યું
  • જિલ્લામાં 32 ગૌશાળા અને 1 પાંજરા પોળમાં રસીકરણ અને ચકાસણી હાથ ધરાઈ

ગુજરાત રાજ્યમાં પશુમાં દેખાતો લમ્પી સ્ક્રીન ડિસીઝ રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે. જેને લઈને વલસાડ વલસાડ જિલ્લાના પશુ ચિકિત્સક દ્વારા તાલુકાના પશુ ચિકિત્સકની સાથે બેઠક કરીને તાલુકામાં આવતા પશુ પાલકોને લમ્પી રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેને લઈને જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ફરવામાં આવી હતી. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં કુલ 9 જેટલા પશુઓ લમ્પીના લક્ષણો જણાઈ આવ્યા હતા. વાઈરસના લક્ષણો મળેલા વિસ્તારની 5 કિલોમીટરની ત્રિજ્યામાં રસીકરણ ઝુંબેશ હાથ ધરી છે. જિલ્લામાં કુલ 7200 જેટલા રસીના ડોઝ પશુઓને આપવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લામાં માત્ર 9 પશુઓ સંક્રમિત મળ્યા
ગુજરાત રાજ્યમાં રાજકોટ અને કચ્છમાં પશુઓમાં લમ્પી નામના રોગથી પશુઓ પીડાઈ રહ્યા છે. સાથે લમ્પી વાઈરસને લઈને રાજ્યમાં ઘણા પશુઓના મોત થયા હતા. પશુપાલકોને લમ્પી વાઈરસ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. લમ્પીથી પીડાતા પશુઓને ઇતરડી કે મચ્છર કરડી સ્વસ્થ પશુઓને કરડવાથી આ રોગ ફેલાય છે. વલસાડ જિલ્લામાં આવેલા 3,70 લાખથી વધુ પશુઓ આવ્યા છે. જે પૈકી લમ્પીના સામાન્ય લાક્ષણ ધરાવતા માત્ર 9 પશુઓ મળ્યા છે. લમ્પી વાયરસના સેમ્પલ લઈને વલસાડ આરોગ્ય વિભાગ અમદાવાદ ખાતે આવેલી લેબમાં મોકલવામાં આવે છે. ત્યાંથી રાજ્યના તમામ પશુઓના સેમ્પલ રિપોર્ટ માટે ભોપાલ મોકલવામાં આવે છે.

32 ગૌશાળા અને 1 પાંજરાપોળમાં તપાસ હાથ ધરાઈ
વલસાડ જિલ્લામાં પશુ આરોગ્ય વિભાગ દ્વારા વલસાડ જિલ્લાની 32 ગૌ શાળા અને 1 પાંજરાપોળ સહિતના વિસ્તારોમાં ચેકીંગ કરવા આવ્યું હતું. લમ્પીના લક્ષણ મળી આવતા તે વિસ્તારની 5 કિમી ત્રિજ્યમાં રખડતા પશુઓ અને તબેલાઓમાં રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના પારડી તાલુકા ઉમરગામ તાલુકા અને કપરાડા તાલુકામાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા પશુઓ મળી આવ્યા હતા. વલસાડ જિલ્લામાં કુલ 9 પશુઓ શંકાસ્પદ લમ્પી વાઈરસના લક્ષણો ધરાવે છે. વલસાડ જિલ્લામાં આવેલી 32 ગૌ શાળા અને 1 પાંજરાપોળ મળી 33 સ્થળોએ ગૌ વંશ વધારે હોવાથી પશુ ચિકિત્સકોની ટીમે સર્વેક્ષણ અને રસીકરણ ઝુંબેશ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...