તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં માત્ર 2 કોરોના પોઝિટિવ, 8 દર્દી સાજા થતા રજા આપી

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરગામમાં 1 અને વાપીમાં 1 દર્દી સંક્રમિત, કેસોમાં ઘટાડો થતા રાહત

જિલ્લામાં શનિવારે માત્ર 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.જેમાં વાપી ખાતે 1 અને ઉમરગામ તાલુકાના સરીગામમાં 1 દર્દી નોંધાયો હતો.જ્યારે 8 દર્દીએ કોરોનાને માત આપી છે. શનિવારે સમગ્ર જિલ્લાના 6 તાલુકામાંથી માત્ર વાપી અને ઉમરગામ તાલુકાના સરીગામમાં 1-1 કોરોના દર્દી સામે આવ્યા હતા.જ્યારે વલસાડ,પારડી,ધરમપુર અનેકપરાડા તાલુકામાં એક પણ દર્દી નોંધાયો ન હતો.

આ સાથેે રાહત રૂપે વલસાડ જિલ્લામાં મૃત્યુનો પણ કોઇ કેસ નહિ નોંધાતા લોકોમાં વધુ હાશ્કારાની લાગણી વ્યક્ત થઇ હતી.શનિવારે જિલ્લામાં વલસાડ તાલુકાના દાંડી,અબ્રામા,તિથલ રોડ,કોસંબા,હાલર રોડ સહિતના વિસ્તારોમાં સંક્રમિત થયેલા 5 દર્દી,પારડી કોલકના તેમજ ઉમરગામ તથા ધરમપુરના કાનજી ફળિયા સહિતના વિસ્તારોના કુલ 8 દર્દીએ કોરોનાને માત આપી સાજા થઇ ગયા હતા.

દાનહ-દમણમાં 1-1 પોઝિટિવ કેસ
દાનહમાં શનિવારે નવા 1 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 24 સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં 5,819 કેસ રીકવર થયા છે. પ્રદેશમાં ટોટલ 2,077 નમૂનાઓ લેવાયા હતા, જેમાથી 1 વ્યક્તિનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો. જ્યારે દમણમાં કુલ 512 સેમ્પલમાંથી માત્ર 1 દર્દી કોરોના પોઝિટિવ આવ્યો હતો જ્યારે 3 દર્દી રીકવર થતાં રજા આપતા એક્ટિવ કેસની સંખ્યા માત્ર 15 રહી છે.

અન્ય સમાચારો પણ છે...