કોરોના બેકાબૂ:વલસાડ જિલ્લામાં કોરોનાથી વધુ એક દર્દીએ દમ તોડ્યો, કુલ 107 મોત

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભદેલીની વૃદ્ધાનું મોત
  • વધુ 5 કોરોના પોઝિટિવ કેસ

વલસાડ જિલ્લામાં કોરોના કેસનો ડાઉન ફોલ હજીય જારી રહ્યો છે.ઓગષ્ટના છેલ્લા માસમાં કોરોના સંક્રમણ ઘટવા માડ્યું છે.મંગળવારે સિંગલ ડિજિટમાં નોંધાયેલા 6 કેસ બાદ બુધવારે પણ માત્ર 5 કેસ નોંધાતા લોકોમાં રાહત ફેલાઇ હતી.આ સાથે જનજીવન પણ રાબેતા મુજબ બની રહ્યું છે,પરંતું જાહેર સ્થળોએ સોશ્યિલ ડિસ્ટેન્સિંગના મામલે પ્રવર્તતી લાપરવાહીને લઇ હજી લોકોમાં ઓછી જાગૃતતા જોવા મળી રહી છે.મંગળવારે કોઇ મોત નોંધાયું ન હતું,પરંતુ બુધવારે વધુ 1 મોતનો કેસ નોંધાતા મૃત્યાંક 107 થયો છે.જ્યારે કુલ કેસનો આંકડો 981 પર પહોંચી ગયો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા
તાલુકોગામ/સ્થળઉમરપુ/સ્ત્રી
વલસાડમાલવણ,ખારવા34પુરૂષ
વલસાડભાઠલ ફ.ધરાસણા60સ્ત્રી
પારડીહનુમાન ફ.બગવાડા80પુરૂષ
વાપીસહેસીદ એપા.કચીગામરોડ83સ્ત્રી
વાપી106,મહાવીર એપા.61પુરૂષ

5 દર્દીએ કોરોનાને માત આપી
વલસાડ તાલુકાના પાલણ આમલી ફળિયામાં રહેતી 50 વર્ષીય મહિલા,પારડી તાલુકાના રાબડી મંદિર ફળિયાની 25 વર્ષીય મહિલા,વાપી કોપરલી ઇશ્વર ફળિયાની 27 વર્ષીય મહિલા,કોચરવા રમણભાઇની ચાલમાં રહેતા 40 વર્ષીય પુરૂષ અને ઉમરગામમાં શ્રીરેસિડન્સી,103માં રહેતી 44 વર્ષીય મહિલાએ કોરોનાને માત આપતાં ઘરે જવા રજા અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...