તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:વલસાડ જિલ્લામાં યુવાનોના રસિકરણના પ્રથમ દિવસે ફક્ત યુવાનોનું રસીકરણ જ 4,624 યુવાનોએ રસી મુકાવી

વલસાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા ભાગના રસિકરન કેન્દ્રો ઉપર યુવાનોમાં રસી મુકાવવા ઉત્સાહ જોવા મળ્યો
  • સાંસદ K.C પટેલના ગામમાં રસીકરણ કેન્દ્રો ઉપર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યાં

વલસાડ જિલવામાં યુવાનો કોરોનાની રસીનો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ઘણા સમયથી જિલ્લાના યુવાનો રસીકરણ મુકાવવા માટે રસીકરણ કેન્દ્રો ઉપર ફાંફા મારી રહ્યા હતા. શુક્રવારથી શરૂ થયેલા યુવાનોના રસીકરણના પ્રથમ દિવસે 4,624 જેટલા લાભાર્થીઓએ રાજીસ્ટેશન કરાવીને રસી મુકાવી ચુક્યા છે. જિલ્લાના 25 યુવા રસીકરણ કેન્દ્રો ઉપર રસી મુકાવવા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

વલસાડ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને જિલ્લાના યુવાનો આતુરતાથી તેમના રસીકરણ માટે રાહ જોઈ રહ્યા હતા. વલસાડ જિલ્લાના યુવાનો રસી મુકાવવા માટે રસીકરણ કેન્દ્રો ઉપર રસી મુકાવવા ફાંફા મારતા હતા. યુવાનોને નવી નોકરી માટે પણ રસીકરણ માંગતા હતા. યુવાનોમાં બેરોજગરીનો ભય પણ સતાવી રહ્યો હતો.

શુક્રવારથી યુવાનોનું રસીકરણ શરૂ થતાની સાથે મોટી સંખ્યામાં યુવાનો રસી મુકાવવા રજીસ્ટેશન કરવી સાંજ સુધીમાં રસી મુકાવી લીધી હતી. શુક્રવારે વલસાડના સાંસદ ડો. K.C પટેલના ગામ પરિયામાં યુવાનો પ્રી રજીસ્ટેશન કરાવ્યા વગર રસી મુકાવવા પહોંચ્યા હતા. જેને લઈને પરિયા આરોગ્ય કેન્દ્ર ઉપર કોવિડના નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમે વારંવાર સમજાવવા છત્તા યુવાનો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા હતા. શુક્રવારે સાંજ સુધીમાં વલસાડ જિલ્લાના 25 યુવા રસીકરણ કેન્દ્રો ઉપર 4,624 યુવાનોએ રસિકરણની નોંધણી કરવી રસી મુકાવી લીધી હોવાનું વલસાડ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...