તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:વલસાડ જિલ્લામાં તાઉ-તે વવાઝોને કારણે થયેલા નુકસાનમાં મકાન માલિકોને રૂ.25 લાખથી વધુની સહાય ચૂકવી દેવામાં આવી

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 70 કિલોમીટરના દરિયા પટ્ટા ઉપર વાવાઝોડાને લઈને 450 જેટલા મકાનોને નુકસાની થઈ હતી

વલસાડ જિલ્લામાં તાઉ-તે વવાઝોને કારણે વલસાડ જિલ્લાના 4 તાલુકાઓમાં આવેલા 70 કિલોમીટરના દરિયા પટ્ટા ઉપર વાવાઝોડાને લઈને 450 જેટલા મકાનોને નુકસાની થઈ હતી. મકાન માલિકોને કુલ 25 લાખથી વધુની સહાય જિલ્લા પંચાયત હસ્તક ચૂકવી દેવામાં આવી છે. તથા 450 કાચા મકાનના છાપરાઓને નુકસાની થઈ હતી. જે તમામ લાભાર્થીઓના ખાતામાં સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે.

તાત્કાલિક નુકસાન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી

તાઉ-તે વાવાઝોડાને કારણે વલસાડ જિલ્લામાં દરિયા કિનારા અને છેવાડા વિસ્તારમાં વ્યાપક નુકસાન થયું હતું. વાવાઝોડાને કારણે જિલ્લાના 70 કિલોમીટરના દરિયાકિનારા પર આવેલા ચાર તાલુકા એવા વલસાડ, પારડી, વાપી અને ઉંમરગામ તાલુકાના ઉપરાંત ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ ભારે પવન અને વરસાદ સાથે વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં કાચા મકાનોને નુકસાન સહિત છાપરા ઉડી ગયા હતા. આ આફતને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાવાઝોડાની અસર પૂરી થયા બાદ તાત્કાલિક નુકસાન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લામાં 450થી વધુ લાભાર્થીઓને નુકસાનીનું વળતર ચુકવવામાં આવ્યુ

જિલ્લાના તમામ 6 તાલુકામાં વહીવટીતંત્રની ટીમોએ નુકસાનીનો સર્વે કર્યો હતો. જેમાં જિલ્લામાં 450થી વધુ કાચા મકાનોને ઘરવખરી સહિતનું નુકસાન થયું હતું. જેનો સર્વે કરી સરકારની યોજના અને ધારાધોરણ મુજબ વલસાડ જિલ્લામાં 450થી વધુ લાભાર્થીઓને નુકસાનીનું વળતર ચુકવવામાં આવ્યુ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં વાવાઝોડાને કારણે નુકસાની પેટે રૂપિયા 25 લાખથી વધુની સહાય અસરગ્રત પરિવારોના બેંકના એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવી છે. જો કે જિલ્લામાં હજુ પણ ખેતી અને બાગાયતના પાકોને થયેલા નુકસાનનો સર્વે ચાલી રહ્યો છે. તેમાં મોટા નુકસાનીના આંકડાઓ બહાર આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...