તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Valsad District, More Than 800 Sailors Of Boats And Boat Operators And Sailors Were Given An Application Form For Vaccination.

રસીકરણની માંગ:વલસાડ જિલ્લામાં 800થી વધુ બોટના ખલાસીઓ અને બોટ સંચાલકો અને ખલાસીઓને રસી માટે ફાંફા, કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરી

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિપના ક્રૂમેમ્બર અને બોટમાં ખલાસીઓને નોકરીએ રાખતા પહેલા રસીકરણ સર્ટી ફરજિયાત

વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના આવેલા દરિયા કિનારે ઉપર વસતા 34થી વધુ ગામોમાં સાગર ખેડુભાઈઓ તથા ખલાસીઓ રસીકરણથી વંચિત હોવાથી રસિકરણની માંગ સરકાર પાસે કરી રહ્યા છે. સાગરખેડુઓને શિપમાં નોકરી માટે કોલ લેટર આવી ચુક્યા છે. રસીકરણના અભાવે તે નોકરી પણ છીનવાઈ જવાના આરે આવી પહોંચી છે. યુવાનોએ વારંવાર જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગને રજુઆત કરીને રસીકરણની માંગણી કરી રહ્યા છે.

વલસાડ જિલ્લાના 70 કિલોમીટર લાંબા દરિયા કિનારે આવેલા 34થી વધુ ગામોમાં સાગરખેડુ ભાઈઓ માછીમારી તેમજ શિપમાં નોકરી કરી પોતાના પરિવાનું ગુજરાન ચલાવી રહ્યા છે. શિપમાં નોકરી દરમિયાન દેશ વિદેશમાં સમુદ્ર માર્ગે શિપમાં ફરીને ક્રુ મેમ્બર તરીકે નોકરી કરતા હોય છે. કોરોના મહામારીમાં ચાલુ વર્ષે કોરોના રસીના બંને ડોઝના સર્ટી ફરજિયાત હોવાથી રસિકર માટે કાંઠા વિસ્તારના લોકો ઘણા સમયથી ફાંફા મારી રહ્યા છે.

યુવાનો પાસે શીપમાં જાવા માટે નોકરીના કોલ લેટર તૈયાર છે. પરંતુ રસીના બંને ડોઝ લીધા ન હોવાથી યુવાનોને રોજગરીથી વંચિત રહેવાની ચાલુ વર્ષે ભીતિ જોવા મળી રહી છે. સ્થાનિક યુવાનોએ રસીકરણ માટે જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગને આવેદનપત્ર પાઠવીને સમયસર રસીકરણ કરાવવા માંગ કરી હતી.

જિલ્લામાં રાજ્ય સરકારમાંથી રસીનો જથ્થો ઓછો આવતો હોવાથી મોટા ભાગના રસીકરણ કેન્દ્રો બંધ હાલતમાં અને ઘણા રસીકરણ કેન્દ્રો ઉપર લાઈન લાગી હોય છે. નંબર આવે ત્યાં સુધીમાં રસીના ડોઝ ખાલી થઈ જતા હોવાથી કાંઠા વિસ્તારના 10 હજારથી વધુ યુવકો રસિકરણથી વંચિત હોવાથી યુવકોની રોજગારી છીનવાઈ જવાની ભીતિ સતાવી રહી છે.

માછીમારી કરવા જનાર અને શિપમાં ક્રુમેમ્બર તરીકે નોકરી કરવા તૈયારી દર્શાવી રહ્યા છે. મોટાભાગની શિપની કંપનીએ યુવાનોને નોકરીના કોલ લેટર આપી દીધા છે. તેમાં કોરોના રસીના બંને ડોઝ લીધા બાદ નોકરી ઉપર રાખશે તેમ ઉલ્લેખ કર્યો હોવાથી માછીમાર સમાજના ભાઈઓ રસીકરણ માટે વલખા મારી રહ્યા છે. જ્યારે બોટમાં ખલાસી તરીકે જતા માછીમારોને અન્ય બંદર વાળા પણ રસીના બંને ડોઝના સર્ટી બનાવ્યા બાદ બોટમાંથી માછીમારીનો સામાન ખરીદી કરશે તેમ જણાવી રહ્યા હોવાથી કાંઠા વિસ્તારોમાં રસીકરણ અંગે ડિમાન્ડ વધતી જોવા મળી રહી છે. યુવાનો રસી મુકાવવા માટે ધરમપુર અને કપરાડા પણ જાવા તૈયારી દર્શાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...