તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:વલસાડ જિલ્લામાં સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસતા વરસાદ વચ્ચે મહિલાઓએ વડની પૂજાવિધિ કરી

જેઠ સુદ પૂનમ એટલે વટસાવત્રી વ્રત, હિન્દુ સંસ્કૃતિમાં આ વ્રતનું ખુબજ મહત્વ રહેલું છે. વિશાળ વડલાની છત્રછાયામાં સતિ સાવિત્રીએ પોતાના પતિ પરમેશ્વર સત્યવાનને યમપાશમાંથી છોડાવી નવુ જીવન બક્ષ્યું હતું. વલસાડ જિલ્લામાં મહિલાઓએ વડની આસ્થા પૂર્વક પૂજા કરી વટ સવિત્રીના વ્રતની ઉજવણી કરી હતી. મહિલાઓને ભર વરસાદમાં પણ વડની આસ્થા પૂર્વક પૂજા અર્ચના કરી હતી.

વલસાડ જિલ્લામાં વટસાવિત્રી વ્રતની ગુરુવારે ઉજવણી કરાઈ છે. સવારે ઠેકઠેકાણે આવેલા વડલાની પૂજા કરવામાં આવી છે. સાથે સાથે સૂતરના દોરાથી વડલાની પ્રદક્ષિણા કરી સૌભાગ્યવતી સ્ત્રીઓએ ધન્યતા અનુભવી છે. વલસાડ શહેરમાં આવેલા વડલાની પૂજા કરવા સવારથીજ સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉમટી પડી હતી. વલસાડ જિલ્લાના તમામ ગામોમાં મહિલાઓએ વડલાની પૂજા કરી વ્રતની ઉજવણી કરી હતી. આ સિવાય જિલ્લાના તમામ શિવાલય ઉપર મહિલાઓને આસ્થા પૂર્વજ પૂજા અર્ચના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...