કોરોનાનો કહેર:વલસાડ જિલ્લામાં કોરોના વિફર્યો,71 પોઝિટિવ

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડના ડોકટર પણ સંક્રમિત, 13 થી 24 વર્ષના યુવકો સહિત 9 કોરોનાગ્રસ્ત

વલસાડ જિલ્લામાં 5 ડિસેમ્બર 2022ના રોજ બુધવારે ત્રીજી લહેરનો પ્રથમ સૌથી મોટો કોરોના વિસ્ફોટ થયો હતો.જિલ્લામાં રાજ્યકક્ષાના 55 વર્ષીય મંત્રી જીતુભાઇ ચૌધરી અને વલસાડ મોટાપારસીવાડના 65 વર્ષીય ડોકટર સહિત 42 પુરૂષ અને 28 મહિલા સહિત 70 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ હતી.વધતાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા આરોગ્ય વિભાગે કોવિડ-19ની ગાઇડલાઇનનું સખતાઇથી પાલન કરવા લોકોને અનુરોધ કરવાની ફરજ પડી છે.

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસો ડિસેમ્બર બાદ જાન્યુઆરીમાં પણ વધુ રફતારથી ફેલાઇ રહ્યું છે.જો કે કોરોનાની વેધક અસર ઓછી હોવાથી ગંભીર પ્રશ્ન હજી ઉપસ્થિત થયો નથી.કોરોના વેક્સિનેશન બંન્ને ડોઝના કારણે સંક્રમિત દર્દીઓને કોરોનાની તીવ્ર અસરથી પ્રોટેક્શન મળી રહ્યું હોવાનું જણાઇ રહ્યું છે.બુધવારે જિલ્લામાં વધુ 70 કોરોના કેસ મળી આવ્યા હતા.જેમાં સૌથી વધુ વલસાડ તાલુકામાં જોવા મ‌ળ્યા હતા.ઓમિક્રોનના નવા વેરિયન્ટના કેસો સાથે કોરોનાના વાયરસ પણ ફેલાવાની ઝડપ વધી ગઇ છે.કોરોના સામે અટકાયતી પગલાં ભરવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે પુરજોશમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. બુધવારે અપીલ જાહેર કરી લોકોને સરકારની માર્ગદર્શિકાનું પાલન ચૂ્સ્તપણે કરવા અનુરોધ કર્યો છે.

જિલ્લામાં કોરોના કેસનો રાફડો ફાટતાં કોવિડ-19ની ગાઇડલાઇનને જ અસરકાર અટકાયતી પગલાં તરીકે વર્ણવાઇ રહ્યું છે.જેનું સખતાઇથી પાલન કરવા આદેશ જારી કરાયો છે.ફરજિયાત માસ્ક પહેરવા,સોશ્યિલ ડિસેન્ટન્સિંગ જાળવના,ભીડથી દૂર રહેવા,જાહેર જનતાને અપીલ કરાઇ છે. વલસાડ જિલ્લાના મહત્વના શહેરોમાં હજી પણ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો માસ્ક પહેર્યા વિના જ સુપર સ્પ્રેડરની માફક બજારોમાં ફરી રહ્યા છે. આગામી દિવોસમાં સ્થિતિ વધુ વણશે તે પહેલા કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવું જરૂરી છે.

પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવે તો તાત્કાલિક કન્ટ્રોલને જાણ કરો
કોરોના સંક્રમણને અટકાવવા કોઇ વિદેશથી આવ્યું હોય તેની જાણકારી મળે અથવા આજુબાજુ તાવ,ખાંસી,શરદી,સામાન્ય તાવ જેવા લક્ષ્ણો ધરાવતા વ્યક્તિ જાણવા મળે તો જિ.કન્ટ્રોલ રૂમ ફોન નં. 02632-253381 પર તેમજ 104 નંબર પર જાણ કરવા અનુરોધ કરાયો છે. > ડો.અનિલ પટેલ, CDHO, વલસાડ

નાની વયજૂથના આ કેસો

તાલુકોગામ સ્થળઉમરપુ.સ્ત્રી
પારડીભેસુ ફળિયા17પુરૂષ
વલસાડશાંતિનગર તિથલરોડ24પુરૂષ
વલસાડદેસાઇ ફળિયા,અમરનગર23પુરૂષ
વલસાડછેલ્લા ફળિયા20સ્ત્રી
વલસાડઓધવકુંજ,હાલર23પુરૂષ
વલસાડછીપવાડ23સ્ત્રી
વલસાડલોકોશેડ,શિવમ એપા.સામે13પુરૂષ
વાપીઅહમદ નગર14પુરૂષ
વાપીપ્રમુખ હિલ16પુરૂષ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...