વલસાડ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધવા સાથે પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.છેલ્લા 12 દિવસમાં જિલ્લામાં 1131 એક્ટિવ કેસ સામે આવતા પોઝિટિવ દર્દીની સંખ્યા વધી રહી છે.જિલ્લામાં 3 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધીના 9 દિવસમાં 01 ડોકટરો સંક્રમિત થઇ ચૂક્યા છે.જો કે આ ડોકટરો વલસાડ,પારડી અને ધરમપુર તાલુકામાં પોઝિટિવ નિકળ્યા છે.
જો કે કોરન્ટાઇન એન હોમ આઇસોલેશનમાં ડોકટરો કોવિડ-19ની ગાઇડલાઇન અને કાળજી રાખી સાજા પણ થઇ રહ્યા છે. છેલ્લા 12 દિવસમાં જિલ્લામાં અત્યાર સુધી 1131 એક્ટિવ કેસ સામે આવી ગયા છે.4 જાન્યુઆરી 2022ના રોજ જિલ્લામાં આવેલા પોઝિટિવ કેસમાં વલસાડ મેડિકલ કોલેજના પ્રોફેસર ડોકટર પોઝિટિવ થયા હતા અને ત્યારબાદથી 9 દિવસમાં 10 ડોકટરો સંક્રમિત થઇ ચૂક્યા છે.
4 થી 12 જાન્યુઆરી સુધી 10 ડોકટરો સંક્રમિત થયા
વલસાડ મેડિકલ કોલેજ 44 પુરૂષ, ધરમપુર પીંડવળ સીએચસી 43 પુરૂષ, પારડી જ્યોતિ હોસ્પિટલ 70 પુરૂષ, તિથલ રોડ 56 પુરૂષ, નાની કાંગવી 25 પુરૂષ, રોહિણા સીએચસી 45 સ્ત્રી, પારનેરા પારડી 44 પુરૂષ, વલસાડ મગોદડુંગરી 25 સ્ત્રી વલસાડ જીએમઇઆર કેમ્પસ 38 પુરૂષ, વલસાડ સિવિલ કેમ્પસ 36 પુરૂષ
સંક્રમિત તબીબ શું કહે છે
સિમ્પટન દેખાય તો વહેલું ટેસ્ટ,દવા,આહાર,ગાઇડલ ાઇનનો અમલ કરો, 7 દિવસ હોમ આઇસોલેશન કાળજીથી પાળો,-શ્વાસમાં તકલીફ થાય તે પહેલા સાવધાની માટે પલ્સ ઓક્સિમીટરથી ઓક્સિજન માપતા રહો,-ખોરાકમાં પ્રોટીનયુક્ત ખોરાક લ્યો,લીલાં શાકભાજી, કઠોળ ઘરમાં અન્ય સભ્યોના સંપર્કથી દૂર રહો,ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી મેડિસીન લ્યો. - ડો.ચિરાગ પટેલ, સિવિલ કેમ્પસ
હોમ આઇસોલેશનથી સ્વસ્થ
પોઝિટિવ આવતા સૌથી પહેલાં તો કોવિડ-19ની ગાઇડલાઇનનું ચૂસ્તપાલન અને આઇસોલેશનમાં કોઇના સંપર્કમાં ન રહેવું,જેથી બીજા સભ્યો સુરક્ષિત રહી શકે,વિટામીન સી યુક્ત આહાર લ્યો, શરદી ખાંસી,તાવમાં ગરમપાણી પીવો તેમાં લીંબુ અને અજમો નાંખો,જેનાથી કફ નહિ થાય અને ખોરાકનું પાચન પણ સારી રીતે થઇ શકે. - ડો.ધર્મિષ્ઠાબેન પટેલ, સીએચસી,પીંડવળ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.