તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:વલસાડ જિ.તા.પં.ની ચૂંટણીમાં ભાજપે 22-30 ‌વર્ષના 60 ટકા, 35-45 વચ્ચેના 35 ટકા ઉમેદવાર પસંદ કર્યા

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે કાર્યક્રમોમાં પેઇજ પ્રમુખો નિમવા અને 100 ટકા કામગીરી પાર પાડવા સંગઠનને આહ્વાન કર્યું
 • નવા નિશાળિયાની રાજકીય શાળામાં પ્રવેશ પૂર્વે પરીક્ષા

વલસાડ જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપે નવા નિશાળિયાઓને તક આપી નવી બ્રિેગડ તૈયાર કરી છે. જેમાં આ વખતે ભાજપની સૌથી મોટી પેઇજ પ્રમુખોને સોંપેલી મહત્વની કામગીરીમાં શ્રેષ્ઠ ફરજ બજાવનાર યુવા ચહેરાઓને પણ તક આપી છે. ખાસ કરીને 22 થી 30 વર્ષના 60 અને 35 ટકા 35 થી 45 વર્ષ વચ્ચેના ઉમેદવારોએ પેઇજ યાદી તૈયાર કરવામાં પરિશ્રમ કર્યો હતો.જે પાસાને પણ ખાસ ધ્યાને રાખી જિ. તા.પં.ની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર તરીકે થઇ હોવાનું મનાઇ રહ્યું છે.

28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે છેલ્લા 10 દિવસથી ભાજપમાં ભારે ચહલપહલ રહી હતી. પ્રદેશ ભાજપે આ વખતે 60 વર્ષની વય ધરાવતા, પાર્ટીમાં હોદ્દા ધરાવતા અને તેમના સગાવાલાઓ તથા 3 ટર્મથી ચૂંટાયેલાઓને ટિકિટ ન આપવાનો ક્રાઇટેરિયા અમલમાં મૂક્યો હતો. જેના કારણે જૂના જોગીઓ આપમેળે કપાઇ ગયા હતા. બીજી તરફ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચના રોટેશનને જોતાં તમામ બેઠકના જાતિ પ્રકાર પણ બદલાઇ જતાં જૂના સભ્યો તેમની મૂળ બેઠક પર ચૂંટણી લડી શકે નહિ તેવી સ્થિતિ સામે આવી જતાં લગભગ તમામ જૂના સભ્યો ઘરે બેસી ગયા હતા.

આ સ્થિતિ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે બે માસ અગાઉ જ પેઇજ પ્રમુખોની કામગીરીને સો ટકા પાર પાડવા વારંવાર આહ્વાન કર્યું હતું. જેના કારણે આ કામગીરીમાં યુવા મોરચા સહિતના નવા યુવા ચહેરા સામે આવવાની સૌથી મોટી તક ઉભી થઇ હતી, જેનો ભાજપની યાદી જોતાં હકીકત સામે આવી છે. આ સાથે જે યુવા ચહેરા આવ્યા છે તેમાં પેઇજ પ્રમુખોની પેઇજવાર યાદીની 90 ટકાથી પણ ઉપર સુધીની કામગીરી પાર પાડનારા યુવા ભાજપ કાર્યકરોને પણ ખાસ ધ્યાને લેવામાં આવ્યા હતા.

પેઇજ પ્રમુખની કામગીરીમાં ગ્રાસરૂટ સુધી પહોચ્યા
યંગ બ્રિગેડનો આ વખતે પેઇજ પ્રમુખની કામગીરી પાર પાડવામાં પણ મહત્વનો ફાળો રહ્યો હતો.યુવાન કાર્યકર્તાઓ ગ્રાસ રૂટ સુધી ઘરે ઘર ફરી પેઇજ પ્રમુખને સોંપવામાં આવેલી કામગીરીને પાર પાડવામાં મોટાભાગે આગળ રહ્યા હોવાનું સપાટી પર આવ્યું હતું.આમ મહોલ્લે મહોલ્લે મતદાર યાદીના પેઇજ મુજબ લોકોનો સીધો સંપર્ક સાધી શક્યા તેવા ભાજપના યુવાન કાર્યકરોએ કાઠું કાઢ્યું હતું તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતું.

ભાજપએ મુસ્લિમને ટિકિટ ન આપી
ભાજપના સબકા સાથ સબકા વિકાસના સૂત્ર વચ્ચે વલસાડ જિલ્લા પંચાયતની 38 અને 6 જેટલી તાલુકા પંચાયતની 158 બેઠક પૈકી સામાન્ય અને ઓબીસી વર્ગમાં આવતાં કોઇ મુસ્લિમ ઉમેદવારને તક મળે તો ટિકિટ આપી શકાય તેવું મનોમંથન થતુ નથી તેવું જણાયું છે. વાપીના છીરી, ભીલાડ, સંજાણ, નાનાપોંઢા, ધરમપુર તાલુકામાં મુસ્લિમ મતદારોની સારી સંખ્યા છે,પરંતું કોઇ મુસ્લિમ ઉમેદવારને તૈયાર કરી શકાયા નથી તેવુ ચર્ચાઇ રહ્યું છે. આ ચૂંટણીમાં મોટાભાગે એસટી,એસસી,ઓબીસી અને બાકીની સામાન્ય અનામત સીટ હોય છે જેમાં સામાન્ય કે ઓબીસીમાં મુસ્લિમ ઉમેદવાર મળી શકે તેમ છે. કોંગ્રેસમાં પણ મુસ્લિમ ઉમેદવાર મનોમંથન થશે કે કેમ તે યાદી બાદ જણાશે.

ભાજપે કપરાડામાં ચારને રિપીટ કર્યા
કપરાડામાં જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપે 4 ઉમેદવારોને રિપીટ કર્યા છે. વારોલી તલાટમાં દક્ષાબેન ચેંદરભાઇ ગાયકવાડ અને કરચોંડમાં ભગવાનભાઇ સોમાભાઇ બાત્રી તથા નાનાપોંઢામાં ગુલાબભાઇ રાઉત અનેવ વાવર બેઠક પર પરેશ કાળુભાઇ પવારને રિપીટ કરાયા છે.

હવે સૌની નજર કોંગ્રેસના ઉમેદવારો ઉપર રહેશે
​​​​​​​વલસાડ જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીમાં એક તરફ ભાજપે મોટાભાગે યુવા ચહેરાઓને તક આપી છે ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવારો કેવા હશે અને કયા ક્રાઇટેરિયાના આધારે ટિકિટ આપશે તેના પર સૌની નજર માડી રહ્યા છે.

કોંગ્રેસે હજુ પણ ઉમેદવારોના પત્તા ખોલ્યા નથી
વલસાડ જિલ્લા ભાજપ સંગઠને ગુરૂવારે સાંજે 7 કલાકે તાલુકા ,જિલ્લા પંચાયત અને ઉમરગામ પાલિકાના ઉમેદવારોના નામની યાદીની જાહેરાત કરી હતી. આ જાહેરાતને 35 કલાક થવા છતાં પણ જિલ્લા કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી શકી નથી. જેને લઇ કોેંગ્રેસના દાવેદારોમાં મૂંઝવણ ઊભી થઇ રહી છે. કોંગ્રેસના નેતાઓ રોજ કાલે યાદી જાહેર થશે એવો દાવો કરી રહ્યાં છે, પરંતુ ઉમેદવારોની યાદી હજુ સુધી જાહેર કરી નથી. આ અંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે 12 કલાકે તમામ બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો