તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે 133 કેસ, સારવાર દરમિયાન 13 દર્દીના મોત

વલસાડ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક્ટિવ કેસની સંખ્યા 1099 પર પહોંચી
 • દમણમાં 48 નવા કેસ નોંધાયા
 • દાદરા નગર હવેલીમાં 151 નવા કોરોના સંક્રમિત કેસ નોંધાયા

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે રેકોર્ડબ્રેક 133 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 3403 પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં વલસાડ તાલુકામાં 57, પારડી તાલુકામાં 09, વાપી તાલુકામાં 10, ઉમરગામ તાલુકાના 25, ધરમપુર તાલુકામાં 30 અને કપરાડા તાલુકામાં 02 કોરોના સંક્રમિત નોંધાયા હતા.

કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 66 કોરોના સંક્રમિત દર્દીઓએ કોરોનાને માત આપવામા સફળ રહ્યા. વલસાડ જિલ્લામાં હવે કુલ ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 2037 પર પહોંચી ચૂકી છે. વલસાડ જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન 13 દર્દીનું મૃત્યુ નીપજ્યા હતા.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 2 લાખ 50 હજાર 479 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 76 હજાર 671 લોકોને રસીનો બીજા ડોઝ અપાઈ ચૂક્યો છે.

સંઘપ્રદેશમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યુંવલસાડ જિલ્લાને અડીને આવેલા દમણમાં 48 નવા કેસ નોંધાયા છે. જેમાં RTPCRમાં 37 અને રેપીડ ટેસ્ટમાં 11 દર્દીઓ સંક્રમિત જાહેર થયા હતા. જેની સાથે કુલ 436 એક્ટિવ કેસ નોંધાયા છે. જ્યારે 60 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થાય છે. જેની સાથે કુલ 2116 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તેમ દમણના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જ્યારે દાદરા નગર હવેલીમાં 151 નવા કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. જેમાં RTPCR ટેસ્ટમાં 34 અને રેપીડ ટેસ્ટમાં 117 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જેની સાથે 1498 એક્ટિવ કેસ થઈ ચૂક્યા છે. જ્યારે આજે 206 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થાય છે. જેની સાથે અત્યાર સુધીમાં કુલ 3215 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. વલસાડ શહેરમાં સંક્રમણ ઘટાડવા નાઈટ કરફ્યુ લગાવવામાં આવ્યો છે. સાથે શહેરમાં દિવસ દરમિયાન જીવન જરૂરિયાતની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો આદેશનું પણ ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો