તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે 125 કેસ, સારવાર દરમિયાન 9 દર્દીના મોત

વલસાડ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક્ટિવ કેસની સંખ્યા 1161 પર પહોંચી
 • દમણમાં 45 નવા કેસ નોંધાયા
 • દાદરા નગર હવેલીમાં 61 નવા કોરોના સંક્રમિત કેસ નોંધાયા

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે રેકોર્ડબ્રેક 125 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 3645 પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં વલસાડ તાલુકામાં 38, પારડી તાલુકામાં 25, વાપી તાલુકામાં 12, ઉમરગામ તાલુકાના 38, ધરમપુર તાલુકામાં 11 અને કપરાડા તાલુકામાં 01 કોરોના સંક્રમિત નોંધાયા હતા.

કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 91 કોરોના સંક્રમિત દર્દીઓએ કોરોનાને માત આપવામા સફળ રહ્યા. વલસાડ જિલ્લામાં હવે કુલ ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 2202 પર પહોંચી ચૂકી છે. વલસાડ જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન 09 દર્દીનું મૃત્યુ નીપજ્યા હતા.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 2 લાખ 52 હજાર 149 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 81 હજાર 098 લોકોને રસીનો બીજા ડોઝ અપાઈ ચૂક્યો છે.

સંઘપ્રદેશમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યુંવલસાડ જિલ્લાને અડીને આવેલા દમણમાં 45 નવા કેસ નોંધાયા છે. જેમાં RTPCRમાં 36 અને રેપીડ ટેસ્ટમાં 09 દર્દીઓ સંક્રમિત જાહેર થયા હતા. જેની સાથે કુલ 420 એક્ટિવ કેસ નોંધાયા છે. જ્યારે 57 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થાય છે. જેની સાથે કુલ 2221 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તેમ દમણના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે.

જ્યારે દાદરા નગર હવેલીમાં 61 નવા કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. જેમાં RTPCR ટેસ્ટમાં 21 અને રેપીડ ટેસ્ટમાં 40 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જેની સાથે 1304 એક્ટિવ કેસ થઈ ચૂક્યા છે. જ્યારે આજે 163 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થાય છે. જેની સાથે અત્યાર સુધીમાં કુલ 3579 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

વલસાડ શહેરમાં સંક્રમણ ઘટાડવા નાઈટ કરફ્યુ લગાવવામાં આવ્યો છે. સાથે શહેરમાં દિવસ દરમિયાન જીવન જરૂરિયાતની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો આદેશનું પણ ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યુ છે. દાદરા નગર હવેલીમાં નાઈટ કરફ્યુ લગાવવાથી સંક્રમણ ઘટતું જોવા મળી રહ્યું છે

વલસાડના નિરજ દેસાઇએ સિવિલમાં કોરોનાને માત આપી
વલસાડ રાંમવાડીના કોરોના દર્દી નિરજ દેસાઇએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પડતું મૂકીને વલસાડની સિવિલ હોસ્પિટલમાં 12 દિવસ સુધી કોરોનાની સારવાર લઇ કોરોનાને હાર આપી હતી.

આ દર્દીઓએ દમ તોડ્યો

તાલુકોગામ સ્થળઉમરપુ.સ્ત્રી
વલસાડનાયકી સ્ટ્રીટ,મરલા69પુરૂષ
વલસાડનવીનગરી,મોરાભાગડા60પુરૂષ
વલસાડઅબ્રામા61સ્ત્રી
વલસાડધારાનગર,અબ્રામા58પુરૂષ
પારડીવાણિયા ફ.તરમાલિયા55પુરૂષ
ઉમરગામધોડીપાડા,મરોલી49સ્ત્રી
ઉમરગામઘાચીવાડ,ફણસા54પુરૂષ
ધરમપુરપાંચબાદિયા,બારસોલ40સ્ત્રી
કપરાડાબસેરા ફળિયા,નાનાપોંઢા62પુરૂષ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો