તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે 109 નવા કેસ, સારવાર દરમિયાન 9 દર્દીના મોત

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવ કેસની સંખ્યા 1054 પર પહોંચી
  • દમણમાં 15 નવા કેસ નોંધાયા
  • દાદરા નગર હવેલીમાં 22 નવા કોરોના સંક્રમિત કેસ નોંધાયા

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે 109 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 4802 પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં વલસાડ તાલુકામાં 29, પારડી તાલુકામાં 16, વાપી તાલુકામાં 11, ઉમરગામ તાલુકાના 24, ધરમપુર તાલુકામાં 25 અને કપરાડા તાલુકામાં 04 કોરોના સંક્રમિત નોંધાયા હતા.

કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 116 કોરોના સંક્રમિત દર્દીઓએ કોરોનાને માત આપવામા સફળ રહ્યા. વલસાડ જિલ્લામાં હવે કુલ ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 3376 પર પહોંચી ચૂકી છે. વલસાડ જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન 09 દર્દીનું મૃત્યુ નીપજ્યા હતા.

જિલ્લામાં આજ દિન સુધીમાં 2 લાખ 58 હજાર 327 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 1 લાખ 14 હજાર 105 લોકોને રસીનો બીજા ડોઝ અપાઈ ચૂક્યો છે.

સંઘપ્રદેશમાં પણ કોરોનાના સંક્રમણ ઉપર નજર નાખીએ તો વલસાડ જિલ્લાને અડીને આવેલા દમણમાં 15 નવા કેસ નોંધાયા છે. જેની સાથે કુલ 361 એક્ટિવ કેસ નોંધાયા છે. જ્યારે 55 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થાય છે. જેની સાથે કુલ 2740 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તેમ દમણના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે.

જ્યારે દાદરા નગર હવેલીમાં 22 નવા કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. જેમાં RTPCR ટેસ્ટમાં 09 અને રેપીડ ટેસ્ટમાં 13 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જેની સાથે 551 એક્ટિવ કેસ થઈ ચૂક્યા છે. જ્યારે આજે 122 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થાય છે. જેની સાથે અત્યાર સુધીમાં કુલ 5005 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

વલસાડ શહેરમાં સંક્રમણ ઘટાડવા નાઈટ કરફ્યુ લગાવવામાં આવ્યો છે. સાથે શહેરમાં દિવસ દરમિયાન જીવન જરૂરિયાતની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો આદેશનું પણ ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યુ છે. દાદરા નગર હવેલીમાં નાઈટ કરફ્યુ લગાવવાથી સંક્રમણ ઘટતું જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...