કોરોના કાળ:વલસાડ જિલ્લામાં 7 દિવસ બાદ કોરોના ફરી ડબલ ડિજિટમાં : 12 કેસ, કપરાડાની વૃદ્ધાનું મોત

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડમાં સૌથી વધુ 9,પારડી 1,ધરમપુર 1,કપરાડા 1 કેસ
  • કુલ આંકડો 1133 પર પહોંચ્યો

વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો વધીને 1133 સુધી પહોંચી ગયો છે.તેમાં ગુરૂવારે કપરાડાના મોટાપોંઢાના એક 60 વર્ષીય વૃધ્ધનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યાંક 124 પર સ્થિર રહ્યો હતો.કોરોના સંક્રમણને નાથવા માટે હજી વિશ્વમાં કોઇ વેક્સિન તૈયાર થઇ નથી,તેવા સંજોગોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં તબીબોને ભારે મથામણનો સામનો કરવો પડી રહ્યો છે.તેમાં વિવિધ બિમારીવાળા કોરોના પોઝિટિવ દર્દીઓને બચાવવા માટે વિશેષ પુરૂષાર્થ અનિવાર્ય બન્યો છે.વલસાડ જિલ્લામાં 1133 કોરોના દર્દીઓ સામે અત્યાર સુધી જિલ્લાના 841 દર્દી અને જિલ્લા બહારના 38 દર્દી કોરોનાથી મુક્ત થયા છે.આમ કુલ 879 દર્દી સાજા થઇને ઘરે પહોંચ્યા હતા.

જો કે કોરોના સંક્રમણ હજી ચાલૂ હોવાથી દરરોજ પોઝિટવ કેસોનો ચઢાવ ઉતાર યથાવત રહ્યો છે.ગુરૂવારે વધુ 12 દર્દીઓમાં સૌથી વધુ વલસાડ તાલુકામાં જ 9 કેસ નોંધાયા હતા.જયારે પારડી,ધરમપુર અને કપરાડામાં એક એક કેસ નોંધાયો હતો અને મોટાપોંઢાના 60 વર્ષીય વૃધ્ધનું મોત નિપજ્યું હતું.

જિલ્લામાં ક્યાં કેટલા કેસ નોંધાયા
સનફલાવરની બાજૂમાં તિથલરોડ 34 પુરૂષ, વૃંદાવન સોસાયટી, ડુંગરી 50 પુરૂષ, બિનવાડા,મોટાફળિયા 35, પુરૂષ, તુલસીવન અબ્રામા 55 સ્ત્રી, રામ રત્નનગર, અબ્રામા 45 પુરૂષ, સરપંચ ફળિયા, ઓલગામ 30 પુરૂષ, બજાર ફળિયા, ઉંટડી 64 પુરૂષ, મોટા તાઇવાડ 46 સ્ત્રી, પ્રમુખ સાંન્નિધ્ય, અબ્રામા 58 પુરૂષ, સંસ્કૃતિ એવેન્યુ 33 પુરૂષ, આમળી ફળિયા, નાની વહિયાળ 27 સ્ત્રી, મુળગામ, દહીખેડ 45 પુરૂષ.

દાનહમાં 10 અને દમણમાં વધુ 7 કેસ
ગુરૂવારે દાનહમાં કોરોના પોઝિટિવના વધુ 10 કેસ નોંધાતા કુલ આંકડો 1366 થયો છે. જ્યારે દમણમાં કોરોના પોઝિટિવના વધુ 7 કેસ નોંધાતા કુલ સંખ્યા 1153 ઉપર પહોંચી છે. પ્રદેશમાં નવા ત્રણ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા હતા વધુ ચાર દર્દીને રજા અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...