તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:વલસાડ જિલ્લામાં 15 દિવસ બાદ ફરી શૂન્ય કેસ, 4 સાજા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નહિ

વલસાડ જિલ્લામાં મંગળવારે એક પણ કેસ નોંધાયો ન હતો.15 દિવસ બાદ ફરીથી જિલ્લામાં શૂન્ય કેસની બાબત સપાટી પર આવતા રાહત ફેલાઇ રહી છે.

જિલ્લામાં જૂલાઇથી કોરોના સંક્રમણ વધુ ઘટીને તળિયે જઇ રહ્યું છે. મંગળવારે જિલ્લામાં એક પણ કેસ જોવા મળ્યો ન હતો. વલસાડ, પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર, પારડી અને કપરાડા મળી તમામ 6 તાલુકા મંગળવારના દિવસે શૂન્ય કેસ રહેતાં જિલ્લામાં કોરોના સંક્રમણ નાબૂદ થવાની દિશામાં હોવાની અનુભૂતિ લોકોને થઇ હતી.આ સાથે જિલ્લામાં વધુ 4 આરોપીઓ કોરોનાને માત આપીને સાજા થઇ જતાં પરિવાર સાથે ઘરે પહોંચતા આનંદની ક્ષણનો અનુભવ કુંટુંબીઓએ કર્યો હતો.સાજા થયેલાઓમાં વલસાડ નનકવાડામાં 45 વર્ષીય મહિલા,પારડી આહિર ફળિયામાં 34 વ્રષીય .યુવાન,સરગામમાં 33 વર્ષીય યુવાન અને સોળસુંબામાં 34 વર્ષીય દર્દીનો સમાવેશ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...