તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા કોરોના પોઝિટિવના 98 કેસ આવ્યા, 5 દર્દીના મોત થયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 1133 પર પહોંચી દમણમાં 28 નવા કેસ
  • દાદરા નગર હવેલીમાં 54 નવા કોરોના સંક્રમિત કેસ નોંધાયા

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે 98 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 4293 પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં વલસાડ તાલુકામાં 28, પારડી તાલુકામાં 20, વાપી તાલુકામાં 21, ઉમરગામ તાલુકાના 18, ધરમપુર તાલુકામાં 09 અને કપરાડા તાલુકામાં 02 કોરોના સંક્રમિત નોંધાયા હતા.

ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 2833 પર પહોંચી

કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 115 કોરોના સંક્રમિત દર્દીઓએ કોરોનાને માત આપવામા સફળ રહ્યાં છે. વલસાડ જિલ્લામાં હવે કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 2833 પર પહોંચી ચૂકી છે. વલસાડ જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન 05 દર્દીનું મૃત્યુ નીપજ્યા હતા. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 2 લાખ 54 હજાર 983 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 97 હજાર 160 લોકોને રસીનો બીજા ડોઝ અપાઈ ચૂક્યો છે.

46 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થયા

સંઘપ્રદેશમાં પણ કોરોનાના સંક્રમણ ઉપર નજર નાખીએ તો વલસાડ જિલ્લાને અડીને આવેલા દમણમાં 28 નવા કેસ નોંધાયા છે. જેની સાથે કુલ 438 એક્ટિવ કેસ નોંધાયા છે. જ્યારે 46 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જેની સાથે કુલ 2502 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તેમ દમણના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે.

આજે 162 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થયા

જ્યારે દાદરા નગર હવેલીમાં 54 નવા કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. જેમાં RTPCR ટેસ્ટમાં 28 અને રેપીડ ટેસ્ટમાં 28 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જેની સાથે 939 એક્ટિવ કેસ થઈ ચૂક્યા છે. જ્યારે આજે 162 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જેની સાથે અત્યાર સુધીમાં કુલ 4424 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

નાઈટ કરફ્યુ લગાવવાથી સંક્રમણ ઘટ્યું

વલસાડ શહેરમાં સંક્રમણ ઘટાડવા નાઈટ કરફ્યુ લગાવવામાં આવ્યો છે. સાથે શહેરમાં દિવસ દરમિયાન જીવન જરૂરિયાતની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો આદેશનું પણ ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. દાદરા નગર હવેલીમાં નાઈટ કરફ્યુ લગાવવાથી સંક્રમણ ઘટતું જોવા મળી રહ્યું છે. મંગળવારે રાજ્ય સરકારે વધુ 7 શહેરોમાં નાઈટ કરફ્યુ જાહેર કર્યું છે. જેમાં વાપી શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વાપીમાં રાત્રીના 8થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ અમલમાં મુકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...