તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:વલસાડ જિલ્લામાં લોકોને કોરોના સંક્રમણથી બચવા રવિવારે 8,962 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 153 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવ્યો
 • વિવિધ ધર્મમાં આગેવાનોએ લોકોને રસી લેવા અનુરોધ કર્યો

વલસાડ જિલ્લામાં વધતા જતા સંક્રમણને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ જિલ્લા કલેક્ટરને માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે જિલ્લામાં તમામ આરોગ્ય કેન્દ્રો ઉપર અને વિવિધ રસીકરણ કેન્દ્રો ઉપર રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આરોગ્ય કર્મચારીઓ, ફન્ટ રો કોરોના વોરિયર્સ અને સિનિયર સીટીઝન તેમજ 45 વધુ ઉપરના પણ હૃદય સહિતની 19 અન્ય બીમારીથી પીડાતા લોકોનું રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે.

જેમાં જિલ્લાના વિવિધ રસીકરણ કેન્દ્રો ઉપર કુલ એક લાખ 20 હજાર 770 લોકોએ અત્યાર સુધીમાં કોરોના રસી મુકાવી દીધી હતી. 20 હજાર 400 આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટરો કોરોના વોરિયર્સ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવ્યો છે. રવિવારે વલસાડ જિલ્લામાં કુલ આઠ હજાર 962 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો જ્યારે 153 કોરોના વોરિયર્સએ કોરોના રસીનો બીજો.ડોઝ મુકાવી કોરોના સામે આરોગ્ય વિભાગની લડતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

વલસાડ જિલ્લાના આરોગ્ય કર્મીઓ પૈકી અત્યાર સુધી 13 હજાર 420 આરોગ્ય કર્મીને રસી આપવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેની સામે 14 હજાર 602 આરોગ્ય કર્મચારીને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાવી 109% સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે અત્યાર સુધીમાં 14 હજાર 602 આરોગ્ય કર્મીઓ બીજા ડોઝ માટે નોંધાઇ ચુક્યા.છે. જે પૈકી 11 હજાર 324 આરોગ્ય કર્મીઓને કોરોના રસીનો બીજો ડોઝ મુકાવી 78% સિદ્ધિ હાંસલ કરી છે.​​​​​​​

​​​​​​​વલસાડ જિલ્લામાં નોંધાયેલા 12 હજાર 665 ફ્રન્ટ રો કોરોના વોરિયર્સની સામે જિલ્લાના રસીકરણ કેન્દ્રો ઉપર 12 હજાર 896 કોરોના રસીનો પ્રથમ ડોઝ મૂકીને આરોગ્ય વિભાગે 102% સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે કોરોના રસીના બીજા ડોઝ માટે નોંધાયેલા 12 હજાર 896 પૈકી નવ હજાર 76 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવી 70% સિદ્ધિ હાંસલ કરી છે. વલસાડ જિલ્લામાં ત્રીજા રાઉન્ડ માટે નોંધાયેલા એક લાખ 40 હજાર 311 પૈકી 59 હજાર 976 સિનિયર સિટીઝનોએ કોરોના રસી મુકાવી હતી. જેમાં આરોગ્ય વિભાગને 45% સિદ્ધિ મળી છે. જ્યારે 45થી 59 વર્ષના લોકો હ્રદયની બીમારી સહિત 19 પૈકી એક બીમારી ધરાવતા રસીકરણ માટે નોંધાયેલા 70 હજાર 13 પૈકી 33 હજાર 296 લોકોનું રસીકરણ કેન્દ્રો ખાતે રસી મુકાવતા આરોગ્ય વિભાગની ટીમે 475% સિદ્ધિ મેળવી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો